Tuesday, 12 December 2023
શાળા કાર્યાલય
અમારી નાનકડી પ્રા.શાળાની નાનકડી ઓફીસ (નાનકડું કાર્યાલય ) નું આજરોજ ટેબલ,કબાટ,તિઝોરી અને અન્ય ફર્નિચર ગોઠવી પરમેનન્ટ કરવામાં આવી.આ પહેલા કાર્યાલયનું સાહિત્ય રૂમ નંબર -1 માં જ રહેતું પણ વેસ્ટ માંથી બેસ્ટ કરવાના પ્લાન મુજબ આ એક ખાલી જગ્યાનો ઉપયોગ કરી એક ઓફિસનું નામ આપી એને કાયમી સરનામું મળ્યું. મુ.શી.શ્રી નટવરલાલ એસ.વાળંદ અને આ.શી.શિક્ષક શ્રી ભરતભાઇ એ યોગ્ય ગોઠવણી કરી ફર્નિચર ગોઠવી યોગ્ય રૂપ આપ્યું.આ ઓફિસ બનાવડાવામાં ભૂતપૂર્વ મુ.શી.શ્રીમતી હસુમતીબેનનું યોગદાન હોય આજે એમને પણ યાદ કરી ઓફિસની શુભ શરૂઆત કરી.
Monday, 4 December 2023
Saturday, 21 October 2023
એકમ કસોટી સૂચના અને માહિતી અંતર્ગત વાલી મિટિંગ
આજ રોજ તા : 21/10/2023 ને શનિવારના રોજ એકમ કસોટી અને પરીક્ષાની માહિતી અંતર્ગત વાલી મિટિંગ ઢાઠી પ્રા.શાળામાં રાખવામાં આવી.ધો - 3 થી 5 બાળકોના વાલીશ્રીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું.શાળાના આચાર્ય શ્રી નટવરલાલ એસ.વાળંદ અને ભરતભાઇ કે.વાળંદ દ્વારા પરીક્ષા અને એકમ કસોટીમાં બાળકોને કેવી રીતે લખવું તે અને વાલીશ્રીને તેમની જવાબદારી અંતર્ગત સભાન કરવામાં આવ્યા.
Tuesday, 10 October 2023
ફાયરસેફટી નિદર્શન
આજ રોજ તા : 10/10/2023 ને મંગળવારના રોજ અત્રેની ઢાઠી પ્રા.શાળા ખાતે ફાયરસેફટી નિદર્શન કરવામાં આવ્યું.અગ્નિશામક દ્વારા આગને કાબુમાં કેવી રીતે કરવી ? ફાયરસેફટી બોટલનો ઉપયોગ કેમ કરવો એનો ડેમો બતાવવામાં આવ્યો.બાળકોએ પણ આ પ્રવૃત્તિમાં ભાગ લીધો.
Saturday, 16 September 2023
ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન
તા - 15/9/2023 ને શુક્રવારના રોજ પે.સેન્ટર સુતારીયા ખાતે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું.સી.આર.સી.સાહેબ શ્રી હમીદભાઈ દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું.
વિભાગ -1 સ્વાસ્થ્યમાં અમારી ઢાઠી શાળાની કૃતિ મેલેરિયા રોગ અને તેનાથી બચવાના ઉપાયો રજુ કરવામાં આવી.શાળાના ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બે બાળ વૈજ્ઞાનિક સોલંકી અરુણ અને પરમાર રાહુલ એ કૃતિ તૈયાર કરી અને શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી ભરતભાઈએ બાળકોને આ કૃતિ તૈયાર કરવા યોગ્ય માર્ગદર્શન આપ્યું. આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગમાં થઈને 17 કૃતિઓ આવી હતી. બધી જ કૃતિ ખુબ સરસ હતી. સી.આર.સી શ્રી હમીદભાઈ દ્વારા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું. ડાયટ સંતરામપુરના પ્રોફેસર શ્રી ઓમેગા સાહેબ દ્વારા આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી. સાહેબ સરસ આયોજન અને સુંદર મજાની કૃતિઓ જોઈને ખુબ ખુશ થયા.
ખૂબ સરસ માહોલમાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન સંપન્ન થયું.
Thursday, 14 September 2023
શ્રાવણ માસનું ચોથું તિથિ ભોજન
આજ રોજ તા - 14/9/2023 ને ગુરૂવારના રોજ અમારી ઢાઠી પ્રા.શાળામાં ગામના યુવાન અને એસ.એમ.સી.અધ્યક્ષ એવા શ્રી રમણભાઈ જશવંતસિંહ પરમાર તરફથી શાળાના બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું.તિથિભોજનમાં દાળ,ભાત,લાડુ, શાક અને રમકડાં જેવી વાનગી બનાવવામાં આવી હતી.પવિત્ર શ્રાવણ માસમાં સરસ તિથિભોજન આપવા બદલ શાળા પરિવાર અને SMC ઢાઠી આ તબક્કે રમણભાઇ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરે છે.
શાળા આરોગ્ય તપાસણી
આજ રોજ તા : 14/9/23 ને ગુરુવારના રોજ દેવ પી.એચ.સી.માંથી મધુબેન અને દિનેશભાઇ અત્રેની ઢાઠી પ્રા.શાળામાં આરોગ્ય તપાસણી માટે આવ્યા.બાળકોને જુદા જુદા રોગ વિશે માહિતી આપી અને તેનાથી બચવા માટેના ઉપાયોની જાણકારી આપી.આયર્ન ફોલિક અને કૃમિનાશક ટેબલેટ બાળકોને આપી.
Tuesday, 12 September 2023
શ્રાવણ માસનું ત્રીજું તિથિ ભોજન
અમારી ઢાઠી પ્રા.શાળામાં તા - 12/9/2023 ને મંગળવારના રોજ ગામના વડીલ અને હાઈસ્કૂલમાં નોકરી કરતા શિક્ષક એવા શ્રી મહિપતસિંહ પ્રભાતસિંહ પરમાર તરફથી શાળાના બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું.તિથિભોજનમાં દાળ,ભાત,બુંદી અને શાક જેવી વાનગી બનાવવામાં આવી હતી.પવિત્ર શ્રાવણ માસમાં સરસ તિથિભોજન આપવા બદલ શાળા પરિવાર અને SMC ઢાઠી આ તબક્કે મહિપતસિંહ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરે છે.
Sunday, 10 September 2023
તિથિભોજન
આજ રોજ તા - 11/9/2023 ને સોમવારના રોજ
ઢાઠી ગામના વડીલ એવા શ્રી બાબરભાઈ ભવાનભાઈ પરમાર તરફથી શાળાના બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું.તિથિભોજનમાં દાળ,ભાત,બુંદી અને શાક બનાવવામાં આવ્યા હતા.આટલું સરસ તિથિભોજન આપવા બદલ શાળા પરિવાર અને SMC ઢાઠી આ તબક્કે બાબરભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરે છે.
શાળામાં તિથિભોજન
અમારી ઢાઠી પ્રા.શાળામાં તા - 9/9/2023 ને શનિવારના રોજ ગામના યુવાન એવા શ્રી રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી તરફથી શાળાના બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું.તિથિભોજનમાં દાળ,ભાત,શાક,લાડુ અને ફરસાણમાં ભજીયા પણ બનાવવામાં આવ્યા હતા.આટલું સરસ તિથિભોજન આપવા બદલ શાળા પરિવાર અને SMC ઢાઠી આ તબક્કે રાજેન્દ્રસિંહ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરે છે.
Wednesday, 6 September 2023
શિક્ષકદિનની ઊજવણી
તા - 5/9/2023 ને મંગળવારના રોજ અત્રેની ઢાઠી પ્રા.શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.ધો 5 માં માંથી અરુણકુમાર અને રાહુલકુમાર ,ધો - 4 માંથી પ્રીતિબહેન અને કુણાલકુમાર અને ધો -3 માંથી ડિમ્પલબેન એ શિક્ષકદિનની ઊજવણીમાં શિક્ષક બની આખો દિવસ સમગ્ર શાળાનું સુંદર સંચાલન કર્યું.તાસ પ્રમાણે અલગ અલગ વર્ગમાં જઈને શિક્ષણકાર્ય કર્યું.બાળકો દ્વારા આખા દિવસ દરમ્યાન શિક્ષણ કાર્યની સાથે સાથે બાળગીત,બાળવાર્તા અને રમતો પણ રમાડવામાં આવી.
આજના દિવસના તમામ શિક્ષકશ્રીઓને આવી સરસ કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
Friday, 1 September 2023
પારલે જી નું વિતરણ
આજ રોજ તા : 1/9/2023 ને શુક્રવારના રોજ ગામના આગેવાન શ્રી પૃથ્વીસિંહ ગિરધરસિંહ પરમાર દ્વારા શાળાના તમામ બાળકોને પારલે જી બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું.શાળા પરિવાર આ તબક્કે તેમનો આભાર વ્યકત કરે છે.
Subscribe to:
Comments (Atom)