Saturday 16 September 2023

ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન

      તા - 15/9/2023 ને શુક્રવારના રોજ પે.સેન્ટર સુતારીયા ખાતે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું.સી.આર.સી.સાહેબ શ્રી હમીદભાઈ દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું.
    વિભાગ -1 સ્વાસ્થ્યમાં અમારી ઢાઠી શાળાની કૃતિ મેલેરિયા રોગ અને તેનાથી બચવાના ઉપાયો રજુ કરવામાં આવી.શાળાના ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બે બાળ વૈજ્ઞાનિક  સોલંકી અરુણ અને પરમાર રાહુલ એ કૃતિ તૈયાર કરી અને શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી ભરતભાઈએ બાળકોને આ કૃતિ તૈયાર કરવા યોગ્ય માર્ગદર્શન આપ્યું. આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગમાં થઈને 17 કૃતિઓ આવી હતી. બધી જ કૃતિ ખુબ સરસ હતી. સી.આર.સી શ્રી હમીદભાઈ દ્વારા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું. ડાયટ સંતરામપુરના પ્રોફેસર શ્રી ઓમેગા સાહેબ દ્વારા આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી. સાહેબ સરસ આયોજન અને સુંદર મજાની કૃતિઓ જોઈને ખુબ ખુશ થયા. 
     ખૂબ સરસ માહોલમાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન સંપન્ન થયું.

No comments:

Post a Comment