Saturday, 26 September 2026

શાળામાં બાહ્ય મૂલ્યાંકન

     તા - 25/9/2026 ને શુક્રવારે અમારી ઢાઠી પ્રાથમિક શાળામાં ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું. બાહ્ય મૂલ્યાંકનમાં વેરીફાયર તરીકે બાલાસિનોર તાલુકાની પીલોદરા પ્રાથમિક શાળાના એચટાટ શ્રી ગિરવતસિંહ ચૌહાણ તથા લુણાવાડા તાલુકાના પ્રાથમિક શિક્ષક શ્રી જીગરભાઈ પંડ્યા સાહેબ એ શાળાનું મૂલ્યાંકન કર્યું .તેમના કાર્યક્રમના ભાગરૂપે તમામ માપદંડ પ્રમાણે દસ્તાવેજ તથા પ્રવૃત્તિના ફોટોગ્રાફ, પ્રવૃત્તિ ફાઇલ્સ ની તપાસણી કરી. શાળાની પ્રાર્થનાથી જીગરભાઈ સાહેબ ખૂબ જ પ્રભાવિત થયા. બાળકો સાથે વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી કરી અને તમામ બાળકો અને શિક્ષકોની સારા કામની વાત કરી બાળકો અને શિક્ષકો ને બિરદાવ્યા. શાળામાં હજુ વધુ સારી પ્રગતિ થાય અને જે કાંઈ પણ કચાસ હોય તે કાર્યવાહી કરી વધુ સારી શાળા બને તે બાબતે જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું.

No comments:

Post a Comment