આ પ્રગતિના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આપના ગામમાંથી બાલવાટિકામાં પ્રવેશ લેતા નાના ભૂલકાઓ માટે અવિરત દાનનો પ્રવાહ વરસી રહ્યો છે.
મહિપતસિંહ માધ્યમિક શિક્ષકશ્રી તરફથી બાલવાટિકાના તમામ બાળકોને સરસ મજાની સ્કૂલબેગનું દાન આપવામાં આવેલ છે.
હરીશભાઈ તથા હિંમતભાઈ પુનાભાઈ તરફથી બાલવાટિકામાં પ્રવેશ લેતા તમામ બાળકોને સરસ મજાની પાણીની બોટલનું દાન આપેલ છે.
મહિપાલસિંહ તરફથી દેશી હિસાબનું દાન તથા મિનિયા કલર્સના બોક્સનું દાન બાલવાટિકા તમામ બાળકોને આપેલ છે .
કલ્પેશભાઈ તરફથી બાલવાટિકાના તમામ બાળકોને નોટબુકનું દાન આપવામાં આવ્યુ.
જગદીશભાઈ પટેલ દેવ તરફથી બાલવાટીકામાં પ્રવેશ લેતા તમામ બાળકો માટે રાજા સ્લેટ નું દાન આપવામાં આવેલ છે .સાહેબશ્રી દ્વારા પેપર તથા પરીક્ષા ફાઇલ ચેક કરી SMC સભ્યો સાથે બેઠક યોજી જરૂરી ચર્ચા કરવામાં આવી.અંતે ઢાઠી આચાર્ય શ્રી નટવરલાલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી.
આ કાર્યક્રમમાં SMC અધ્યક્ષ વિજયભાઈ, દાતાશ્રીઓમાંથીફતેસિંહ, ભુપેન્દ્રભાઈ ,કલ્પેશભાઈ તથા ગ્રામજનોમાં નરેશભાઈ ,આંગણવાડી કાર્યકર વર્ધનબેન, એસ.એમ.સી. સભ્યો, ગ્રામજનો તથા વાલીઓ કે જેઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને જેમના સારા સહયોગથી આ કાર્યક્રમ ખૂબ સફળ થયો હોય , શાળાના આચાર્ય શ્રી નટવરલાલ તથા આ.શિ.શ્રી ભરતભાઈ તરફથી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.
સાથે સાથે ઢાઠી ગામના તમામ દાતાઓનો ખુબ ખુબ આભાર.
બસ આ જ સેવાભાવી પ્રવૃત્તિ દવારા શાળાના શિક્ષકશ્રીઓનો ઉત્સાહ વધારતા રહેજો અને વિદ્યાર્થીઓનો પ્રોત્સાહન આપતા રહેજો.
ફરી એક વાર શાળા પરિવાર તરફથી તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર.
👏🏻👏🏻👏🏻👏🏻