🇮🇳સૌને સ્વાતંત્ર્યદિનની શુભેચ્છા🇮🇳
Friday, 14 August 2026
સ્વાતંત્ર્યદિનની ઊજવણી
આજ રોજ ઢાઠી પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી. એસએમસી અધ્યક્ષ શ્રી વિજયભાઈના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. ધ્વજ વંદનમાં એસએમસી સભ્યો,વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ધ્વજવંદન બાદ બાળકોને ચોકલેટ,પતાસા અને બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ એસએમસી સભ્યો અને વાલીઓ સાથે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. વાલી મિટિંગમાં નીપુણ ગુજરાત,ચાંદીપુરમ વાયરસ ,ત્રિમાસિક કસોટી અને બાળકોના શિક્ષણ માટે પાયાનું શિક્ષણ વાંચન,લેખન અને ગણનની વાત કરવામાં આવી. શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ અને આચાર્ય શ્રી અને નટવરલાલએ દરેક મુદ્દાની વિગતવાર સમજ આપી.
Tuesday, 11 August 2026
તિથિ ભોજન
આજ રોજ તા :- 11/08/26 ને મંગળવારના રોજ અશોકભાઈ કાળાભાઈ પરમાર અને તેમના પરિવાર દ્વારા ઢાઠી પ્રા.શાળાના બાળકોને દાળ, ભાત અને બુંદીનું તિથિ ભોજન આપવામાં આવ્યું.આ તબક્કે શાળા પરિવાર તેમના પરિવારનો આભાર વ્યક્ત કરે છે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Friday, 7 August 2026
બાલમેળાની ઉજવણી
આજ રોજ તારીખ 7/8/2026 ને શુક્રવારના રોજ ઢાઠી પ્રાથમિક શાળામાં બાળમેળાની ઉજવણી કરવામાં આવી. આજની આ ઉજવણી દરમિયાન શાળામાં બાળગીત, અભિનય ગીત,બાળવાર્તા, રંગપૂરણી, ચિત્રકામ ,રંગોળી ,છાપકામ ,ચીટક કામ અને વન મિનિટ શોમાં ઘણી બધી રમત રમાડવામાં આવી. શાળાના તમામ બાળકોએ પ્રવૃત્તિમાં ભાગ લીધો અને ખૂબ જ આનંદથી અને ખુશીથી બાળમેળાની ઉજવણી કરી.
Subscribe to:
Posts (Atom)