Friday, 14 August 2026

સ્વાતંત્ર્યદિનની ઊજવણી

     આજ રોજ ઢાઠી પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી. એસએમસી અધ્યક્ષ શ્રી વિજયભાઈના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. ધ્વજ વંદનમાં એસએમસી સભ્યો,વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ધ્વજવંદન બાદ બાળકોને ચોકલેટ,પતાસા અને બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ એસએમસી સભ્યો અને વાલીઓ સાથે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. વાલી મિટિંગમાં નીપુણ ગુજરાત,ચાંદીપુરમ વાયરસ ,ત્રિમાસિક કસોટી અને બાળકોના શિક્ષણ માટે પાયાનું શિક્ષણ વાંચન,લેખન અને ગણનની વાત કરવામાં આવી. શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ અને આચાર્ય શ્રી અને નટવરલાલએ દરેક મુદ્દાની વિગતવાર સમજ આપી.
 
🇮🇳સૌને સ્વાતંત્ર્યદિનની શુભેચ્છા🇮🇳

No comments:

Post a Comment