ગામના યુવાન અને ડેરીના સેક્રેટરી શ્રી મહેશભાઈ પરમારે શાળાના તમામ બાળકોને સ્કૂલબેગ નું દાન કર્યું.ફતેસિંહ તરફથી બાલવાટિકાના તમામ બાળકોને મોટી સ્લેટ આપવામાં આવી.મંગલસિંહ તરફથી બાલવાટિકાના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી.ગામના યુવાન અક્ષયભાઈ તરફથી મંડપમાં સહયોગ આપવામાં આવ્યો.મધ્યાહન ભોજનના સ્ટાફ દ્વારા આજ રોજ તિથી ભોજન આપવામાં આવ્યું.
આ રીતે ગામના તમામ યુવાનો ,આગેવાનો અને વડીલોનો શાળા પ્રત્યેનો પ્રેમ અને સહકારની ભાવના જોઈ આવનાર અધિકારી પણ ખુશ થઈ ગયા હતા.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહેનાર અને દાન આપનાર તમામ દાતાશ્રીઓનો ઢાઠી પ્રા.શાળા પરિવાર અને SMC પરિવાર તમારા સાથ અને સહકાર માટે દિલથી આભાર વ્યક્ત કરે છે.
તમારી મદદ મારા માટે અનમોલ છે, આભાર!
No comments:
Post a Comment