Thursday, 19 September 2024
ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન
આજરોજ તારીખ 19 સપ્ટેમ્બર 2024 ને ગુરૂવારના રોજ સુતારીયા ક્લસ્ટરનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન પાલીખંડા આશ્રમશાળામાં યોજાયું. અમારી ઢાઠી પ્રાથમિક શાળાના બે બાળ વૈજ્ઞાનિકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો. શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી ભરતભાઈના માર્ગદર્શન હેઠળ ધર્મેશકુમાર તથા નિલેશકુમાર એ કૃતિ તૈયાર કરી. વિભાગ 5 વેસ્ટ વ્યવસ્થાપનમાં પાણીનું શુદ્ધિકરણ કૃતિ બનાવી.બાળકોને સી.આર.સી.હમીદભાઈ દ્વારા પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરી, બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું.બાળકોને આશ્વાસન ઇનામની સાથે સાથે સરસ મજાનો નાસ્તો પણ આપવામાં આવ્યો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment