Tuesday 22 December 2020

શાળામાં નવો રિંગ બોર

   ઘણા સમયની રાહ જોયા બાદ શાળામાં એ.ટી.વી.ટી.કાર્યવાહક યોજનામાં નવો રિંગબોર બનાવવામાં આવ્યો.1/6/1973 શાળાની સ્થા.તા. છે.ઘણી લેખિત અને મૌખિક અરજી અને સૂચના બાદ શાળામાં રીંગબોર બન્યો છે એ શાળા અને ગામ માટે ખુશીની વાત છે.ગામના યુવાનો અને સરપંચ શ્રી પ્રવીણભાઈ ની સહાય દ્વારા આ બોર બન્યો.
સૌ સાથ સહકાર આપનારનો શાળા પરિવાર દિલ થી આભાર માને છે.


Thursday 19 November 2020

After Diwali Vacation

      21 દિવસના દિવાળી વેકેશન પછી કોરોના મહામારીની મુશ્કેલી વચ્ચે જ્યારે શાળા શરૂ થઈ તો પ્રથમ દિવસે શાળા સફાઈ અને બાગ બગીચાની સાર સંભાળની અનોખી મજા.


Wednesday 21 October 2020

Virtual Class

     બાળકો સાથે ઓનલાઇન વર્ચ્યુઅલ કલાસ લેવામાં આવ્યો.બાળકોને લાઈવ શિક્ષક સાહેબ સાથે વાત ,પ્રશ્નો અને ચર્ચા કરવાની તક મળી.બાળકો માટે આ એક નવો અનુભવ અને ટેક્નોલોજી ના આધારે શિક્ષણ મેળવવાની એક નવી પધ્ધતિ જોઈ અને એનો અનુભવ કર્યો.


Saturday 5 September 2020

પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર એનાયત(શિક્ષકદિન નિમિત્તે)

આખા વર્ષ દરમિયાન યોજાતી પરીક્ષા,એકમ કસોટી અને સતત અને સર્વગ્રાહી મુલ્યાંકનના આધારે ઢાઠી પ્રા.શાળામાંથી 2 પ્રતિભાશાળી વિદ્યાર્થીની પસંદગી ગાંધીનગરથી  કરવામાં આવી.તેમાં આપણી શાળામાંથી ભાવેશકુમાર કનુભાઈ પરમાર અને  મામતાબેન રાજેન્દ્રસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી.
બન્ને બાળકોને શાળા પરિવાર અને  ઢાઠી SMC કમિટી તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
CRC સાહેબશ્રીએ ખાસ શુભેચ્છા પાઠવી છે.


Wednesday 4 March 2020

Limbu Chamchi Ramat

આજ રોજ શાળાના બાળકોને લીંબુ ચમચી ની રમત રમાડવામાં આવી.ધો- 1થી 5 ના બધા જ બાળકોએ આ રમતમાં ખુશી ખુશીથી ભાગ લીધો.
આ રમત માં પાયલબેન ધો-4 વિજેતા જાહેર થયા હતા.
     બાળકોને આ રમત રમવામાં ખૂબ મજા આવી.


Tuesday 28 January 2020

Dainasaur park Picnic

      આજ રોજ તા-28/1/2020 ને મંગળવારના રોજ અમારી પ્રા.શા.માંથી રૈયોલી ખાતે ડાયનાસોર પાર્કની પીકનીકનું આયોજન કરવામાં આવ્યું.શાળામાંથી 48 બાળકો 2 શિક્ષકશ્રી તથા SMC અધ્યક્ષ અને MDM સ્ટાફ આ પિકનીકમાં હાજર રહયા હતા.બાળકોએ આ પિકનીકમાં ખૂબ જ મજા આવી.વિવિધ પ્રદર્શન અને ડાયનાસોરના પૂતળા જોયા.ત્યાં કેન્ટીનમાં બટાટા પૌવાનો નાસ્તો કર્યો અને ખૂબ મજા કરી.
   દુનિયામાં ત્રીજા નંબરનું સૌથી મોટુ ડાયનાસોર પાર્ક જોઈને બાળકોને ખૂબ મજા આવી.સાથે સાથે ખાંડીયા મહાદેવ મંદિરમાં દર્શન પણ કરાવ્યા.


Saturday 25 January 2020

71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

   આજ રોજ તા :26/1/2020 ને રવિવારના રોજ આપણા દેશના સૌથી અગત્યના તહેવાર એવા 71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અમારી ઢાઠી પ્રા.શાળામાં કરવામાં આવી.આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં શાળાના તમામ બાળકો,SMC સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
    ગ્રામજનો તરફથી બાળકોને ચોકલેટ,મીઠાઈ અને પારલે બિસ્કિટ તથા પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું.આગલા દિવસે ચિત્રસ્પર્ધામાં પ્રથમ આવેલા 3 થી 5ના બાળકોને ઇનામ આપવામાં આવ્યું.ઘ્વજવંદન કરનાર દીકરીને શાળા પરિવાર તરફથી પ્રમાણપત્ર અને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું.સાથે સાથે વાલી મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું.
          🇮🇳🇮🇳 પ્રજાસત્તાકદિન નિમિત્તે સૌ દેશવાસીઓને ગણતંત્ર દિવસની  ખૂબ ખૂબ શુભેચ્છા.🇮🇳🇮🇳


ચિત્રસ્પર્ધા ધો-3 થી 5

      ધો- 3થી 5માં ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.પ્રજાસત્તાકદિન ઉજવણી અંતર્ગત દેશભક્તિને લગતા ચિત્રો દોરવા બાળકોને જણાવવામાં આવ્યું.અને બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો.
    ધો- 3 ,4 અને 5 માંથી 1-1 નંબર પસંદ કરવામાં આવ્યો અને તેમને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા.
    સૌને 71 માં પ્રજાસત્તાકદિનની ખૂબ ખૂબ શુભેચ્છા.


Saturday 18 January 2020

ગામ સ્વચ્છતા અભિયાન

  આજ રોજ શાળાના વિદ્યાર્થીઓને ધો -5 માં હિન્દી વિષયમાં સ્વચ્છતા વિષય પર પાઠ ચલાવ્યો તો બાળકોએ જાતે જ કહ્યું કે સાહેબ અમારે પણ ગામની સ્વચ્છતા કરવી છે.તો મેં બાળકોને કહ્યું કે તમારી ઈચ્છા છે તો ચાલો અભિયાન શરૂ કરી દઈએ અને બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ગામમાં મહા સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ શરૂ કરી દીધી.આ અભિયાનમાં ધો 1 થી 5 ના તમામ બાળકોએ ખૂબ જ આનંદથી સફાઈ કરી અને ગામ લોકોએ પણ સારો સાથ સહકાર આપ્યો.


Monday 13 January 2020

ઉત્તરાયણ ની ઉજવણી

  આજ રોજ તા : 13/1/2020 ને સોમવારના રોજ અમારી પ્રા.શા.માં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી.બાળકોએ ખૂબ મજા કરી. સાથે ચીકી અને મમરાના લાડુ પણ આપવામાં આવ્યા.સાથે સાથે ઉત્તરાયણના દિવસે ખાસ કાળજી રાખીને પતંગ ચગાવવાની સમજ આપવામાં આવી.


Monday 6 January 2020

ક્વિઝ સ્પર્ધા

   અમારી પ્રા.શા.માં ધો- 4 અને 5ના બાળકોની ગુજરાતી વિષય પર અને જનરલ નોલેજ વિષય આધારિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.3 ટીમ બનાવી ,3 સરખા ભાગે બાળકોને વહેંચવામાં આવ્યા.ગાંધીજી, જવાહર અને સુભાષચંદ્ર એમ 3 નામ આપવામાં આવ્યા.ગાંધીજી ટીમ વિજેતા બની હતી.ટીમના લીડર અને ટીમના બધા સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન.