Saturday 23 December 2017

Exercise

    સરસ મજાની ઠંડીમાં શાળાના વિદ્યાર્થીઓને કસરતની મજા માણવાનો અવસર એ એક  ખૂબ જ રોમાંચિત પ્રસંગ સમાન હોય છે.બાળકોને ખાસ શનિવાર યોગ અને કસરત માટે યાદ રહે છે અને ખાસ કરીને શિયાળાના સમયમાં એમને કસરત કરવાની ખૂબ જ મજા આવતી હોય છે.


Friday 8 December 2017

ઘડીયાગાન

          આજે સાંજે 4:30 વાગ્યા પછી ઘડીયાગાનમાં ધો-૩ ના વિદ્યાર્થીઓ દ્રારા ઘડિયાનું ગાન કરાવવામાં આવ્યું. શાળાના નક્કી કરેલા ટાઈમ ટેબલ પ્રમાણે આજે ધો - ૩ નાં બાળકોનો વારો હોઇ બધાં બાળકોએ ઉત્સાહથી ઘડિયાગાન માં ભાગ લીધો.દરરોજ સાંજના 4:30 કલાક પછી અમારી શાળામાં ઘડિયાનું ગાન કરાવવામાં આવે છે.બધા બાળકોને ઘડિયાનું પુનરાવર્તન થાય એ હેતુથી આ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.


Tuesday 7 November 2017

નવા સત્રની શરૂઆત

તા :6/11/17 થી શરૂ થતાં દ્વિતીય શેક્ષણિક સત્ર માટે આપ સૌને અભિનંદન....દ્વિતીય સત્ર ખૂબ આનંદદાયક રહે અને વિધાર્થીઓના , સંસ્થાના ઉત્તરોત્તર વિકાસ માટે વધુ પ્રયત્નશીલ બનીએ એજ મંગ લભાવના સાથે....પ્રા.શાળા.ઢાઠી પરિવાર તરફથી આપ સૌને દ્વિતીય સત્ર માટે પુનઃ શુભેચ્છાઓ...,🎯🎯🎯🎯🎯🎯🎯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


Thursday 12 October 2017

Fruit Salad

    આજ રોજ તા:12/10/17ને ગુરુવારના રોજ અમારી પ્રા.શા.માં શાળાના મુખ્ય શિક્ષક શ્રી દલપતસિંહ તરફથી
શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ પરિવાર માટે ફ્રુટ સલાડનું આયોજન કરવામાં આવ્યું.
     દિવાળી નજીકમાં આવતી હોય અને વેકેશન પાડવાનું હોય મુ.શિ. શ્રી તરફથી તમામ વિદ્યાર્થીઓને મો મીઠું કરાવવામાં આવ્યું. અને દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી.શાળાના શિક્ષક પરિવાર તરફથી પણ વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી અને જરુરી સૂચનાઓ આપવામાં આવી.
      આપ સૌને પણ ઢાઠી શાળા પરિવાર દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા.


Friday 29 September 2017

Navratri Mahotsav Dhathi



ચૈત્રીનવરાત્રી, અષાઢ નવરાત્રી, મહા મહિનાની નવરાત્રી અને ચાર નવરાત્રીમાં સૌથી મોટી ગણાતી નવરાત્રી એટલે આસો માસની નવરાત્રી. નવદુર્ગાની આરાધનાનુ પર્વ નવરાત્રીનો આસો સુદ એકમથી પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રીમાં માતાજીના મંદિરોને રોશનીથી શણગારવામાં આવે છે. માતાજીના ચોકમાં નવ નવ રાત સુધી ગરબા રમવામાં આવે છે. યુવાનોમાં રાસ ગરબાનું ઘેલુ હોવાથી અવનવી સ્ટાઇલોમાં ડીજે અને સાઉન્ડના સથવારે મનને મોર બનાવી થનગનાટ કરતા નજરે ચડશે. ચણીયા ચોળી,કેડીયુ, ભરવાડી ચણીયા ચોળી, કચ્છી ચણીયા ચોળી અને યુવાનોમાં સૌથી ફેવરીટ રામ લીલા ચણીયા ચોળી પહેરીને ગરબે ગુમતા ગુમતા માંની આરાધના કરશે. તો આવો આપણે નવદુર્ગાની આરાધના કરીએ.પ્રા.શાળા ઢાઠી પરિવાર તરફથી તમામને નવરાત્રિની શુભેચ્છાઓ સહ............જય માતાજી ,જય અંબે.....
         


Sunday 24 September 2017

New Gulab Flower

    અમારી શાળાના બાગમાં અમે ઘણા સમયથી ગુલાબનો છોડ
ઉછેરી રહયા હતાં પણ ન જાને કેમ ગુલાબના છોડને અમારી શાળામાં  ગમતું નતુ કે શુ ?? અમારાં સ્ટાફ પરિવાર,બાગમંત્રીઃ
અને શાળાના અન્ય વિધાર્થીઓના પ્રયત્નને અંતે અમારાં બાગમાં ગુલાબનું ફુલ ખીલ્યું .વિદ્યાર્થીઓ માટે આ એક ખુશીની વાત હતી.


Wednesday 6 September 2017

Teachers Day Celebration

     તા : 5/9/17 ને મંગળવારના રોજ અમારી પ્રા.શા.ઢાઠીમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.શાળાના 10 વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં ભાગ લીધો.શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્રારા કરવામાં આવ્યું.
       સાંજે 4 વાગ્યા પછી સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમતોનું
આયોજન પણ કરવામાં આવ્યું. સાચે જ દરેક બાળકો આજે
અલગ-અલગ અંદાજમાં જોવા મળ્યાં.
     આજના શાળાના આયોજક એવા નવા શિક્ષક વિદ્યાર્થી ભાઇ બહેનોનાં ચહેરા પર આજે શિક્ષક બન્યાનો એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો. એમને આજે ખૂબ જ મજા આવી.
     આપણે દરેક શિક્ષક ભાઇ - બહેનો પણ ભૂતકાળમાં આ ભૂમિકા ભજવી ચુક્યા છીએ,અને ત્યારે આપણને કેવી લાગણી થતી અને કેવો એહસાસ થતો એ તો આપને સૌ જાણીએ જ છીએ.
     ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૂદેવ નમ:

       મારા જીવનમાં જે કોઈ વ્યક્તિ થી હું જે કંઈ શીખ્યો છું, તેમજ જેમની મારા જીવનમાં માગૅ દર્શક તરીકે ની ભુમિકા રહી છે, તેવા દરેક  માતા-પિતા, વડીલ, મીત્ર, શિક્ષક, તમામ ને મારા હૃદય થી શિક્ષક દિવસની
હાર્દિક શુભકામના.
લિ... તમારો શિષ્ય...
🌹🌹🌹🌹


Saturday 2 September 2017

School Garden Photograph

          અમારી નાની શાળાનો નાનો અને સુંદર બગીચો.અમારાં બગીચામાં તુલસીવન અને કૂદીનાજેવા ઔષઘીય છોડ પણ છે.
                   એ સિવાય અમારાં નાના બગીચામાં વિવિધ ફૂલછોડ  જેવા કે કેતકી,ટગર,કરણ,બારમાસી,ગલગોટા, ગુલાબ પણ છે.અમારાં શાળાના કંપાઉંડમાં લીમડો,નીલગીરી,
પીપળો,ગુલમ્હોર,કનજ અને આંબલી જેવા વૃક્ષ પણ છે.
      આવા પર્યાવરણના સજીવ તત્વોને લીધે જ અમારી શાળાની શોભામાં વધારો થાય છે.

     સાચે જ વૃક્ષએ ધરતી પરની શોભા છે.


Wednesday 23 August 2017

તિથિ ભોજન

         આજ રોજ તા : 23/8/2017 ને બુધવારના રોજ ઢાઠી ગામનાં ઉત્સાહી આગેવાન અને ડેપ્યૂટી સરપંચ શ્રી ફતેસિંહ એચ.ચૌહાણ તરફથી શાળાના બાળકોને તિથિ ભોજન આપવામા આવ્યું. તેમાં દાળ, ભાત,લાડુ અને ડિસ્કો પાપડ જેવી વાનગીઓ રાખવામાં આવી.આ તિથિ ભોજનનો લાભ શાળાના બાળકો,શિક્ષકો તથા એસ.એમ.સી.ના સભ્યોએ પણ લીધો.
         તિથિ ભોજન આપવા બદલ શ્રી ફતેંસિંહનો ખૂબ ખૂબ આભાર.


Tuesday 15 August 2017

INDEPENDENCEDAY CELEBRATIONS

            આજ રોજ તા : 15/8/17 ને  મંગળવારના દિવસે અમારી પ્રા.શાળામાં 71મા સ્વતંત્રતાદિનની ઉજવણી કરવામાં આવી.આ ઉજવણીમાં શાળાના તમામ શિક્ષકગણ,વિદ્યાર્થીઓ,એસ.એમ.સી.નાં સભ્યો,ગામના વડીલો તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહયા.આજે     સ્વતંત્રતાદિનની સાથે સાથે  જન્માષ્ટમી પણ હોવાથી આ ઉજવણીમાં ચાર ચાંદ લાગી ગયા.ગ્રામજનોએ વિધાર્થીઓને મીઠાઈની વહેંચણી કરી.
         
          આ  સ્વતંત્રતાદિનની ઉજવણીમા હાજર હાજર રહેનાર તમામનો ખૂબ ખૂબ આભાર.

અખિલ બ્રહ્માંડના નાથ અને રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ પરમાત્માના જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે શુભકામનાઓ....... 
સાથે સાથે......
71 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે તમામ ભારતીયો ને હાર્દિક શુભકામના...!!



Thursday 3 August 2017

Tithi Bhojan

      આજ રોજ તા : 3/8/2017 ને ગુરુવારના રોજ ગામનાં વડીલ શ્રી મોનાભાઈ ભીખાભાઇ પરમાર તરફથી શાળામાં વિદ્યાર્થીઓને તિથિભોજન કરાવવામાં આવ્યું.
    ગામનાં વડીલ શ્રી મોનાભાઈનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે કે જેમને આ પવિત્ર શ્રાવણ માસમાં સૌ પહેલા તિથિ ભોજનની પહેલ કરી. ખૂબ ખૂબ આભાર.


Friday 21 July 2017

ઘડિયા ગાન

આજે શાળામાં ધોરણ 3 થી 5 ના વિધાર્થીઓના ઘડિયા ગાન ની પ્રવૃતિમાં ખાસ ઓડિયો ગીત દ્રારા ઘડિયા સંભળાવ્યા.તેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવી.
દરરોજ શાળામાં સાંજે 4:30 પછી ઘડિયા ગાન અને વાંચનની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે,તેમાં બધા વિદ્યાર્થીઓને મેદાનમાં બેસાડી સમૂહમાં આ પ્રવૃત્તિ કરવામાં આવે છે.


Saturday 8 July 2017

શાળા પંચાયત

           અમારી પ્રાથમિક શાળામાં આજ રોજ તા:8/7/17 ને શનિવારના રોજ શાળા પંચાયતની રચના કરવા માટે મહામંત્રી તથા ઉપ મહામંત્રી અને અન્ય મંત્રીઓની ચુંટણી યોજવામાં આવી.મહામંત્રી માટે કુલ 4 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા.એમા ધોરણ 5 માંથી સંદીપ,લક્ષ્મી,ધોરણ 4 માંથી ભાવેશ,સંજયઅને ધોરણ 3 માંથી મમતાએ ફોર્મ ભર્યા.
          ખૂબ સરસ રીતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી,સ્ટાફના શિક્ષકમિત્રોમાં દિનેશભાઈ પટેલ,ભરતભાઇ વાળંદ અને બેનશ્રી હસુમતિબેન એ આ ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગ લીધો.આ ચૂંટણીમાં ધોરણ 5 ના વિદ્યાર્થી સંદીપ અને લક્ષ્મી ને મત ગણતરી કર્યા બાદ વધારે મત મળેલ હોઇ તેમને વિજેતા જાહેર કરવામા આવ્યાં.
         તે બન્ને ને શાળા પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવ્યાં.
          આનો મુખ્ય આશય વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ કરીને તેનાથી માહિતગાર કરવાનો હોઇ,ખૂબ જ મજા વિદ્યાર્થીઓને આવી.



Friday 9 June 2017

પ્રવેશોત્સવ કાર્યક્રમ

આજ રોજ તા: ૯/૬/૨૦૧૭ ને શુક્રવારના રોજ અમારી પ્રા.શા.ઢાઠીમાં પ્રવેશોત્સવ કાર્યક્રમની ઊજવણી કરવામાં આવી.કંથરજી હાઇસ્કૂલના આચાર્ય શ્રી ગીરીશભાઈ પટેલ સાહેબ તથા બાલાસિનોર શાળાના H Tat શ્રી ઇમરાનભાઇ સાહેબ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા.
    નવા પ્રવેશપાત્ર ૧૪ વિધાર્થીઓને ચંદન તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો. શાળાની વિધાર્થીઓએ મનુષ્ય ગૌરવ ગાન ગીત અને બેટી બચાવો  બેટી ભણાવો ,વૃક્ષારોપણ વિશે અમૃત વચન આપ્યું.
   આ કાર્યક્રમમાં S.M.C.ના સભ્યો,વાલીઓ,તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા.શાળાના તમામ શિક્ષક ભાઇ બહેનોએ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો.આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી હાજર રહેનાર તમામનો ખૂબ ખૂબ આભાર.




Monday 5 June 2017

નવા શૈક્ષણીક વર્ષની શુભ કામના

આજ રોજ તા : ૫/૬/૧૭ ને સોમવારના રોજથી આપણું નવું શૈક્ષણિક સત્ર શરૂ થતુ હોય ,તો તમામ સારસ્વત મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા અને હાર્દિક શુભકામનાઓ.....
નવા વર્ષમાં આવનાર તમામ શૈક્ષણિક કાર્યક્રમોમાં આપની શાળાનાં બાળકો અને શિક્ષકો ખૂબ ઉત્તમ પ્રદર્શન કરે અને શાળાનું નામ રોશન કરે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ...
સાથે સાથે પ્રવેશોત્સવ માટે બેસ્ટ ઓફ લક.....