આ તબક્કે શાળા પરિવાર તથા એસએમસી ઢાઠી તેમનો આભાર વ્યક્ત કરે છે.
ઢાઠી પ્રાથમિક શાળા (બાલાસિનોર)
Thursday, 22 October 2026
તિથિ ભોજન
સ્વ.પર્વતભાઈ કાનાભાઈ પરમારની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર તરફથી શાળાના તમામ બાળકોને દાળ ,ભાત અને બુંદીનું તિથિ ભોજન કરાવવામાં આવ્યું.
Wednesday, 21 October 2026
તિથિ ભોજન
પરમ સ્નેહી અ. ધા. નિ. કે.ડી.પટેલ અને અ. ધા. નિ. શારદાબેન કે.પટેલ ના પુણ્ય સ્મરણાર્થે તેમના સેવાભાવી પરિવાર દ્વારા ઢાઠી પ્રાથમિક શાળા ના બાળકોને દાળ,ભાત,પુરી,શાક,શ્રીખંડ અને પાપડનું તિથિ ભોજન કરાવવામાં આવ્યું.આ તબક્કે શાળા પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે.
Wednesday, 14 October 2026
શાળા તપાસણી કાર્યક્રમ
આજ રોજ તારીખ 14/10/2026ને બુધવારના રોજ શાળા તપાસણી કાર્યક્રમ અંતર્ગત શ્રી રાજેશભાઈ પટેલિયા ક્લાસ ટુ ઓફિસર મહીસાગર દ્વારા પ્રાથમિક શાળા ઢાઠીની મુલાકાત લીધી.શાળાની તમામ પ્રવૃત્તિ અને તેમના આયોજન પ્રમાણે આવતા કાર્યક્રમ મુજબ તપાસ કરી.શાળાના સ્ટાફ તથા બાળકોની પ્રસંશા કરી.SMC સભ્યો સાથે બેઠક કરી.શાળાની જરૂરિયાત તથા કોઈ પ્રશ્ન હોય તો રજૂ કરવા જણાવ્યું.SMC સભ્યો દ્વારા પણ શાળા અને શિક્ષકમિત્રોની પ્રસંશા સાંભળી મુલાકાતી સાહેબ ખુશ થયા.
Saturday, 26 September 2026
શાળામાં બાહ્ય મૂલ્યાંકન
તા - 25/9/2026 ને શુક્રવારે અમારી ઢાઠી પ્રાથમિક શાળામાં ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું. બાહ્ય મૂલ્યાંકનમાં વેરીફાયર તરીકે બાલાસિનોર તાલુકાની પીલોદરા પ્રાથમિક શાળાના એચટાટ શ્રી ગિરવતસિંહ ચૌહાણ તથા લુણાવાડા તાલુકાના પ્રાથમિક શિક્ષક શ્રી જીગરભાઈ પંડ્યા સાહેબ એ શાળાનું મૂલ્યાંકન કર્યું .તેમના કાર્યક્રમના ભાગરૂપે તમામ માપદંડ પ્રમાણે દસ્તાવેજ તથા પ્રવૃત્તિના ફોટોગ્રાફ, પ્રવૃત્તિ ફાઇલ્સ ની તપાસણી કરી. શાળાની પ્રાર્થનાથી જીગરભાઈ સાહેબ ખૂબ જ પ્રભાવિત થયા. બાળકો સાથે વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી કરી અને તમામ બાળકો અને શિક્ષકોની સારા કામની વાત કરી બાળકો અને શિક્ષકો ને બિરદાવ્યા. શાળામાં હજુ વધુ સારી પ્રગતિ થાય અને જે કાંઈ પણ કચાસ હોય તે કાર્યવાહી કરી વધુ સારી શાળા બને તે બાબતે જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું.
Friday, 18 September 2026
તિથિ ભોજન
તિથિ ભોજનના દાતા
શ્રી ડાભસિંહ ચતુરભાઈ પરમાર તથા તેમનો પરિવાર
પ્રા.શાળા ઢાઠીના તમામ બાળકોને પ્રેમ અને લાગણીપૂર્વક દાળ,ભાત,અને બુંદીનું તિથિ ભોજન કરાવવા બદલ દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર. 🙏
આપના આ સેવાભાવી કાર્યથી બાળકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી છે. આપની સેવા અને ઉદારતા માટે શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. 🌹🙏
Friday, 11 September 2026
તિથિ ભોજન અને શિક્ષણિક કીટનું દાન
તિથિ ભોજન અને શિક્ષણિક કીટના દાતા
શ્રી અજિતભાઈ કોદરભાઇ પરમાર અને તેમના પરિવારના સભ્યો
પ્રા.શાળા ઢાઠીના તમામ બાળકોને પ્રેમ અને લાગણીપૂર્વક દાળ,ભાત,શાક,મોહનથાળ અને રમકડાનું તિથિ ભોજન કરાવવા બદલ અને શિક્ષણિક કીટ આપવા બદલ દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર. 🙏
આપના આ સેવાભાવી કાર્યથી બાળકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી છે. આપની સેવા અને ઉદારતા માટે શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. 🌹🙏
Wednesday, 9 September 2026
તિથિ ભોજન
તિથિ ભોજનના દાતા
શ્રી ઢાઠી યુવક ભાથીજી આખ્યાન મંડળના તમામ સભ્યો
પ્રા.શાળા ઢાઠીના તમામ બાળકોને પ્રેમ અને લાગણીપૂર્વક દાળ,ભાત,લાડુ અને રમકડાનું તિથિ ભોજન કરાવવા બદલ દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર. 🙏
આપના આ સેવાભાવી કાર્યથી બાળકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી છે. આપની સેવા અને ઉદારતા માટે શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. 🌹🙏
Subscribe to:
Posts (Atom)