Thursday 15 August 2024

78માં સ્વાતંત્ર્યદિન ઉજવણી

      આજ રોજ 78 માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી ઢાઠી પ્રાથમિક શાળામાં કરવામાં આવી. SMC સભ્ય શ્રી નરેન્દ્રભાઈના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું. ગ્રામજનો દ્વારા બાળકોને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરી મોં મીઠું કરાવવામાં આવ્યું. ત્યારબાદ વાલી મીટીંગ યોજવામાં આવી. શાળાના આ. શિક્ષક શ્રી ભરતભાઈએ વાલીઓ સાથે મુદ્દાઓની ચર્ચા કરી. ત્યારબાદ મુ.શિ. શ્રી નટવરલાલએ શાળાના આગામી આયોજનની જાણકારી આપી ,આભાર વિધિ કરી. ગામમાંથી આશરે 23 થી વધારે વ્યક્તિઓ આ ઉજવણીમાં હાજર રહ્યા હતા.
 સૌને સ્વાતંત્રદિનની શુભકામના 
સૌનો ખુબ ખુબ આભાર

No comments:

Post a Comment