Friday 23 August 2024

શ્રાવણ માસનું ત્રીજું તિથિ ભોજન

        આજે તારીખ 23 ઓગસ્ટ ને શુક્રવારના રોજ પ્રાથમિક શાળા ઢાઠી તથા આંગણવાડીના તમામ બાળકોને ગામના યુવાન શ્રી નરેન્દ્રભાઈ પ્રભાતસિંહ પરમારના પરિવાર તરફથી આ શ્રાવણ માસમાં તિથિ ભોજન આપવામાં આવ્યું.તિથિ ભોજનમાં દાળ,ભાત,રમકડાં અને લાડુ બનાવવામાં આવ્યા.શાળાના તમામ બાળકોએ તિથિ ભોજનનો લાભ લીધો.શાળા પરિવાર અને એસ.એમ.સી. સમિતિ આ તબક્કે નરેન્દ્રભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરે છે.

Thursday 22 August 2024

શ્રાવણ માસનું બીજું તિથિ ભોજન

     આજે તારીખ 22 ઓગસ્ટ ને ગુરુવારના રોજ પ્રાથમિક શાળા ઢાઠી તથા આંગણવાડીના તમામ બાળકોને ગામના યુવાન શ્રી રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી તરફથી આ શ્રાવણ માસમાં તિથિ ભોજન આપવામાં આવ્યું.તિથિ ભોજનમાં દાળ,ભાત, શાક અને બુંદી બનાવવામાં આવ્યા.શાળાના તમામ બાળકોએ તિથિ ભોજનનો લાભ લીધો.શાળા પરિવાર અને એસ.એમ.સી. સમિતિ આ તબક્કે રાજેન્દ્રસિંહ અને કોમલ બેનનો આભાર વ્યક્ત કરે છે.

Friday 16 August 2024

રક્ષાબંધનની ઉજવણી

        આજ રોજ તારીખ 17 ઓગસ્ટ 2024ને શનિવારના રોજ અત્રેની ઢાઠી પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. શાળાના તમામ બાળકોએ આ ઉજવણીમાં ભાગ લીધો. શાળાની તમામ દીકરીઓએ ભાઈઓને કુમકુમ તિલક કરી ,મીઠાઈ ખવડાવી મો મીઠું કરાવી રાખડી બાંધી .શાળાના આચાર્યશ્રી તથા આસિસ્ટન્ટ શિક્ષક શ્રી એ બાળકોને રક્ષાબંધન વિશે સમજ આપી તેનું મહત્વ સમજાવ્યું.

શ્રાવણ માસનું પ્રથમ તિથિ ભોજન

        આજે તારીખ 16 ઓગસ્ટ ને શુક્રવારના રોજ પ્રાથમિક શાળા ઢાઠી તથા આંગણવાડીના તમામ બાળકોને શાળાના આચાર્ય શ્રી નટવરલાલ તરફથી આ શ્રાવણ માસનું પ્રથમ તિથિ ભોજન આપવામાં આવ્યું.તિથિ ભોજનમાં દાળ,ભાત, શાક,રમકડા અને બુંદી બનાવવામાં આવ્યા.શાળાના તમામ બાળકોએ તિથિ ભોજનનો લાભ લીધો.એસએમસી પરિવાર આ તબક્કે નટવરલાલનો આભાર વ્યક્ત કરે છે.

Thursday 15 August 2024

78માં સ્વાતંત્ર્યદિન ઉજવણી

      આજ રોજ 78 માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી ઢાઠી પ્રાથમિક શાળામાં કરવામાં આવી. SMC સભ્ય શ્રી નરેન્દ્રભાઈના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું. ગ્રામજનો દ્વારા બાળકોને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરી મોં મીઠું કરાવવામાં આવ્યું. ત્યારબાદ વાલી મીટીંગ યોજવામાં આવી. શાળાના આ. શિક્ષક શ્રી ભરતભાઈએ વાલીઓ સાથે મુદ્દાઓની ચર્ચા કરી. ત્યારબાદ મુ.શિ. શ્રી નટવરલાલએ શાળાના આગામી આયોજનની જાણકારી આપી ,આભાર વિધિ કરી. ગામમાંથી આશરે 23 થી વધારે વ્યક્તિઓ આ ઉજવણીમાં હાજર રહ્યા હતા.
 સૌને સ્વાતંત્રદિનની શુભકામના 
સૌનો ખુબ ખુબ આભાર

Sunday 4 August 2024

દેવાંશીબા ના જન્મદિવસે બાળકોને ચોપડાની ભેટ

   આજરોજ તારીખ 5 /8/2024 ને સોમવારના રોજ ગામના યુવાન શ્રી મહિપાલસિંહ ફતેસિંહ ચૌહાણની દીકરી દેવાંશીબા નો જન્મદિવસ હોય, શાળાના તમામ બાળકોને મહિપાલસિંહ તરફથી ચોપડા ની ભેટ આપવામાં આવી.આ તબક્કે શાળા પરિવાર તથા એસએમસી ઢાઠી મહિપાલસિંહનો આભાર વ્યક્ત કરે છે . દેવાંશીબેન ને જન્મદિવસની શુભકામનાઓ આપીએ છીએ. જીવનમાં ખૂબ આગળ વધો અને ખૂબ નામના કમાવો તેવી પ્રાર્થના.

Happy Birthday Devanshi