Thursday, 25 August 2022

તિથિભોજન

              આજ રોજ તા - 25/8/2022ને ગુરુવારના રોજ ગામના વ્યક્તિ શ્રી રામભાઈ તરફથી શાળાના બાળકોને દાળ,ભાત,લાડુ અને શાકનું તિથિભોજન આપવામાં આવ્યું.આજે સતત ત્રીજા દિવસે બાળકોને તિથિભોજન મળેલ છે.બાળકો ખૂબ ખુશ થઈને તિથિભોજનનો આનંદ માણ્યો.
        આ તબક્કે શાળા પરિવાર રામભાઈનો આભાર વ્યક્ત કરે છે.

Wednesday, 24 August 2022

તિથિભોજન

         આજ રોજ તા - 24/8/2022 ને બુધવારના રોજ ઢાઠી ગામના રાજા મહાકાળી ગ્રુપ દ્વારા બાળકોને દાળ,ભાત, લાડુ,શાક અને પાપડનું તિથિભોજન આપવામાં આવ્યું.આ પવિત્ર શ્રાવણ માસમાં બાળકોને આ સતત બીજા દિવસે તિથિ ભોજન આપવામાં આવેલ છે.સૌ ગ્રુપના સભ્યોનો ખૂબ ખૂબ આભાર.
          રાજા મહાકાળી ગ્રુપના સભ્યો નો શાળા પરિવાર આ તબક્કે આભાર વ્યક્ત કરે છે.

રબર,પેન્સિલ,પેન,સંચો,ચોકલેટનું વિતરણ

         આજ રોજ તા 24/8/2022 ને બુધવારના રોજ ઢાઠી ગામના રાજા મહાકાળી ગ્રુપ તરફથી શાળાના બાળકોને શ્રાવણ માસમાં રબર,પેન્સિલ,પેન,સંચો,ચોકલેટનું  વિતરણ કરવામાં આવ્યું. ગામના આ યુવાનોને આવો સરસ વિચાર આવ્યો અને પવિત્ર માસમાં બાળકોને આવી  શૈક્ષણીક સામગ્રીનું વિતરણ કર્યું એ બદલ શાળા પરિવાર આ તમામ યુવાનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.આવી મદદ અને સહકારની ભાવના જાળવી રાખશો.
          સૌનો ખૂબ ખૂબ આભાર💐💐💐

Tuesday, 23 August 2022

તિથિભોજન

            આજ રોજ 23/8/2022 ને મંગળવારના રોજ પવિત્ર શ્રાવણ માસમાં અમારી ઢાઠી પ્રા.શાળામાં ગામના યુવાન શ્રી દિલીપભાઈ ગણપતભાઈ પરમાર તરફથી શાળાના તમામ બાળકો માટે તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું.દાળ,ભાત,લાડુ,શાક અને પાપડ ખાવાની બાળકોને ખૂબ મજા આવી ગઈ.બાળકો ખૂબ ખુશ થઈ ગયા.
     આ તબક્કે શાળા પરિવાર શ્રી દિલીપભાઈનો આભાર વ્યક્ત કરે છે.
                               હર હર મહાદેવ
       

Friday, 12 August 2022

હર ઘર તિરંગા

         15/8/2022 ના રોજ ભારતની આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં જ્યારે આખો ભારત દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ભાગ લઈ રહ્યો છે અને દેશભક્તિને લગતા તમામ કાર્યક્રમ દેશની તમામ સરકારી કચેરીઓ,શાળાઓમાં થઈ રહ્યા છે ત્યારે આ તબક્કે ઢાઠી પ્રા.શાળામાં પણ ગીતસ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા, તિરંગાયાત્રા જેવી વિવિધ સ્પર્ધા દ્વારા અમૃત મહોત્સવની ઊજવણી કરવામાં આવી.શાળાના તમામ બાળકોએ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો.