Thursday 8 September 2022

પતરાનો શેડ અને અધુરો કમ્પાઉન્ડ વૉલ

        દેવ પંચાયતના સરપંચ શ્રી જવાનસિંહ ને રજુઆત કરી કે શાળામાં કમ્પાઉન્ડ વૉલ અધુરો છે અને પતરાના શેડની જરૂરીયાત છે તો અમારી માગણીને ધ્યાનમાં લઈ ઉપલા સ્તરે રજુઆત કરતા સરકારશ્રીની ગ્રાન્ટમાંથી તા 9/9/2022 ની સ્થિતિએ શેડનું કામ પૂર્ણ થઈ ગયું અને કમ્પાઉન્ડ વૉલનું કામ પ્રગતિમાં છે.
      આભાર સરપંચશ્રીનો
    બસ આવી લાગણી અને પ્રેમભાવ સાથે અમારી શાળાને જરૂર પડે મદદ કરતા રહેશો એવી અપેક્ષા.

Monday 5 September 2022

શિક્ષકદીનની ઉજવણી

           શિક્ષક દિનની શુભેચ્છાઓ..
જીવનની ક્ષણે ક્ષણ શી રીતે વિતાવવી તેનું સાચું શિક્ષણ આપે 
તે એટલે શિક્ષક...
કલમના "ક" થી માંડી જીવનની બારાક્ષરી શીખવાડે 
તે એટલે શિક્ષક...
પરીક્ષાના ભાર થી લઈ પરિશ્રમ નો ડર ભગાડે 
તે એટલે શિક્ષક...
માત્ર રોટલો મેળવવાનું શિક્ષણ ના આપતા જીવન જીવવાનું શિક્ષણ આપે 
તે એટલે શિક્ષક...
બાલમંદિરથી લઈ કોલેજ અને ત્યાર બાદ જીવનમાં દરેક ડગલે માર્ગદર્શક બની રહે 
તે એટલે શિક્ષક...
જીવ જગત અને જગદીશ ની સમજણ સાથે સંબંધ ને સમજાવે 
તે એટલે શિક્ષક...

        ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને જ્યારે આખા દેશમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે  આજ રોજ અમારી શાળાના બાળકો એટલે કે આજના શિક્ષકશ્રીઓ દ્વારા શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.
આજના શિક્ષકશ્રી
1.અરુણકુમાર આર.સોલંકી
2.કંચનબેન જી.સોલંકી
3.મીનાક્ષીબેન વી.પરમાર
4.રિદ્ધિબેન આર.પરમાર
5.સાગરકુમાર જી.પરમાર
6.હિતેશકુમાર એલ.પરમાર
બાળકોને ખૂબ ખૂબ અભિનંદન
અને આજની આ તકને ભવિષ્યમાં ઉપયોગી બનાવે અને શિક્ષકના વ્યવસાયમાં 58 વર્ષ વિતાવે એવી મા સરસ્વતિને પ્રાર્થના.

Thursday 25 August 2022

તિથિભોજન

              આજ રોજ તા - 25/8/2022ને ગુરુવારના રોજ ગામના વ્યક્તિ શ્રી રામભાઈ તરફથી શાળાના બાળકોને દાળ,ભાત,લાડુ અને શાકનું તિથિભોજન આપવામાં આવ્યું.આજે સતત ત્રીજા દિવસે બાળકોને તિથિભોજન મળેલ છે.બાળકો ખૂબ ખુશ થઈને તિથિભોજનનો આનંદ માણ્યો.
        આ તબક્કે શાળા પરિવાર રામભાઈનો આભાર વ્યક્ત કરે છે.

Wednesday 24 August 2022

તિથિભોજન

         આજ રોજ તા - 24/8/2022 ને બુધવારના રોજ ઢાઠી ગામના રાજા મહાકાળી ગ્રુપ દ્વારા બાળકોને દાળ,ભાત, લાડુ,શાક અને પાપડનું તિથિભોજન આપવામાં આવ્યું.આ પવિત્ર શ્રાવણ માસમાં બાળકોને આ સતત બીજા દિવસે તિથિ ભોજન આપવામાં આવેલ છે.સૌ ગ્રુપના સભ્યોનો ખૂબ ખૂબ આભાર.
          રાજા મહાકાળી ગ્રુપના સભ્યો નો શાળા પરિવાર આ તબક્કે આભાર વ્યક્ત કરે છે.

રબર,પેન્સિલ,પેન,સંચો,ચોકલેટનું વિતરણ

         આજ રોજ તા 24/8/2022 ને બુધવારના રોજ ઢાઠી ગામના રાજા મહાકાળી ગ્રુપ તરફથી શાળાના બાળકોને શ્રાવણ માસમાં રબર,પેન્સિલ,પેન,સંચો,ચોકલેટનું  વિતરણ કરવામાં આવ્યું. ગામના આ યુવાનોને આવો સરસ વિચાર આવ્યો અને પવિત્ર માસમાં બાળકોને આવી  શૈક્ષણીક સામગ્રીનું વિતરણ કર્યું એ બદલ શાળા પરિવાર આ તમામ યુવાનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.આવી મદદ અને સહકારની ભાવના જાળવી રાખશો.
          સૌનો ખૂબ ખૂબ આભાર💐💐💐

Tuesday 23 August 2022

તિથિભોજન

            આજ રોજ 23/8/2022 ને મંગળવારના રોજ પવિત્ર શ્રાવણ માસમાં અમારી ઢાઠી પ્રા.શાળામાં ગામના યુવાન શ્રી દિલીપભાઈ ગણપતભાઈ પરમાર તરફથી શાળાના તમામ બાળકો માટે તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું.દાળ,ભાત,લાડુ,શાક અને પાપડ ખાવાની બાળકોને ખૂબ મજા આવી ગઈ.બાળકો ખૂબ ખુશ થઈ ગયા.
     આ તબક્કે શાળા પરિવાર શ્રી દિલીપભાઈનો આભાર વ્યક્ત કરે છે.
                               હર હર મહાદેવ
       

Friday 12 August 2022

હર ઘર તિરંગા

         15/8/2022 ના રોજ ભારતની આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં જ્યારે આખો ભારત દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ભાગ લઈ રહ્યો છે અને દેશભક્તિને લગતા તમામ કાર્યક્રમ દેશની તમામ સરકારી કચેરીઓ,શાળાઓમાં થઈ રહ્યા છે ત્યારે આ તબક્કે ઢાઠી પ્રા.શાળામાં પણ ગીતસ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા, તિરંગાયાત્રા જેવી વિવિધ સ્પર્ધા દ્વારા અમૃત મહોત્સવની ઊજવણી કરવામાં આવી.શાળાના તમામ બાળકોએ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો.

Thursday 14 July 2022

બાલમેળો

          આજ રોજ તા : 14/07/2022 ને ગુરુવારના રોજ અત્રેની ઢાઠી પ્રા.શાળામાં બાલમેળાનું આયોજન કરવામાં આવ્યું.જેમાંચિત્રકામ,રંગપૂરણી, માટલાફોડ,લીંબુ ચમચી, લોટફૂંકની,કાગળકામ અને બાળગીત તથા બાળવાર્તા જેવી ઘણી બધી પ્રવૃતિઓ કરાવવામાં આવી.બાળકોને આ પ્રવૃત્તિમાં ખૂબ મજા આવી અને ઘણું જાણવા મળ્યું.

Saturday 25 June 2022

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

      આજ રોજ તા : 25/6/2022 ને શનિવારના રોજ અત્રેની ઢાઠી પ્રા.શાળામાં પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી.જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પુરુષોત્તમભાઈ ,રૈયોલી ક્લસ્ટર ના સી.આર.સી.શ્રી લક્ષમનસિંહ ,દેવ પંચાયતના સરપંચ શ્રી જવાનસિંહ ,સૌ ગ્રામજનો એસ.એમ.સી સભ્યો તથા પ્રવેશ મેળવનાર નાના ભૂલકાં તેમના વાલીગણ સાથે હાજર રહ્યા.કાર્યક્રમની સૂચિ મુજબ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સૌ મહાનુભવોનું શાળાની બાલિકાઓ દ્વારા પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું.શાળાના શિક્ષક શ્રી ભરતભાઇ દ્વારા આભારવિધિ કરવામાં આવી.આભાર વિધિ બાદ શાળાના પટાંગણમાં મહાનુભવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.શાળાના આચાર્ય શ્રી હસુમતીબેન એ કાર્યક્રમના અંતે શાળાની વિગતે માહિતી આપી અને એસ.એમ.સી.સભ્યો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.મિટિંગ બાદ સૌ છુટા પડ્યા.