Thursday 16 December 2021

FIRE SEFTY

     આજ રોજ શાળામાં શાળા સલામતી અને શાળા વ્યવસ્થાપનની ગ્રાન્ટમાંથી ફાયરસેફટીના સાધન સામગ્રી વસાવવામાં આવી.


Wednesday 24 November 2021

ઘણા સમય પછી શાળામાં બાળકોનું આગમન

      કોરોના મહામારીને કારણે બાળકો ઘરે રહી ડીજીટલ માધ્યમથી ઓનલાઇન શિક્ષણકાર્ય કરતા હતા.બાળકો વગર શાળા ખૂબ જ સુની સુની અને વેરાન લાગતી હતી.હવે જ્યારે લાંબા સમય પછી બાળકોને શાળામાં જોઈ શિક્ષકગણ ને ખૂબ જ મજા આવી અને ખૂબ આનંદ થયો.


Sunday 5 September 2021

પ્રતિભાશાળી પ્રમાણપત્ર એનાયત

        તા -5/9/2021ના રોજ અત્રેની પ્રા.શા.ઢાઠીના શિક્ષકશ્રી ભરતભાઇ કે.વાળંદને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.આ પ્રસંગે તાલુકા શિક્ષકસંઘના પ્રમુખશ્રી જશવંતસિંહ ,સી.આર.સી.શ્રી બળવંતસિંહ સાહેબ ,શાળાના આચાર્ય બેનશ્રી હસુમતીબેન અને એસ.એમ.સી.અધ્યક્ષ કૈલાશબેન તથા દૂધ ડેરી સેક્રેટરી મહેશભાઈ અને ગામમાંથી એસ.એમ.સી.સભ્યો,વડીલ અને યુવામિત્રો હાજર રહ્યા.શિક્ષકસંઘ પ્રમુખ,સી.આર.સી.સાહેબ અને આચાર્ય બેનશ્રી દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્ધબોધન કરવામાં આવ્યું.શિક્ષકશ્રી ભરતભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો.


Saturday 14 August 2021

75મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી

       આજ રોજ ઢાઠી પ્રાથમિક શાળામાં 75માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી.આ સ્વાતંત્ર્યપર્વની ઉજવણીમાં શાળાના એસ.એમ.સી.સભ્યો અને ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમના તરફથી બાળકોને મીઠાઈ ,ચોકલેટ અને પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું.
   

થોડો નશો તિરંગાની આનનો છે,
થોડો નશો માતૃભૂમિની શાનનો છે,
દરેક જગ્યાએ લહેરાવીશું તિરંગો અમે,
કારણ કે આ નશો હિન્દુસ્તાનના સન્માનનો છે !!
💐સૌને સ્વાતંત્રદિનની શુભકામના💐
  


Monday 28 June 2021

વૃક્ષારોપણ અમારી શાળામાં

      આજ રોજ તા -29/6/2021 ને મંગળવારના રોજ અમારી ઢાઠી પ્રા.શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.શાળાના કમ્પાઉન્ડની બહાર 5 ગુલમહોરના છોડ રોપવામાં આવ્યા.શાળાના કેમ્પસની બહાર હોય તેના રક્ષણ માટે કાંટાની વાડ બનાવવામાં આવી.
   અત્યારે ઓક્સિજનનું શુ મહત્વ છે એ કોરોનાકાળમાં સૌને ખબર પડી ગઈ છે તો હવે ચોમાસાની શરૂઆત થઈ હોય ખૂબ ઓછી મહેનતે છોડ ઉછરી જતા હોય આપણે સૌએ શક્ય હોય તો ઓછામાં ઓછો એક છોડ ઉછેરીશું અને પર્યાવરણ ને વધુ સુંદર અને પ્રદુષણમુક્ત બનાવવા પ્રયત્ન કરીશું.
ઢાઠી શાળા પરિવાર


Sunday 13 June 2021

ઉનાળા વેકેસન બાદ સત્રની શરૂઆત

    ઉનાળા વેકેશનના 35 દિવસ પછી જ્યારે બાળક વિહોણી શાળા શરૂ કરવામાં આવી ત્યારે બાળકોના કલરવ વિના શાળા એ ફૂલ વિનાના બગીચા જેવી લાગે છે અને શાળામાં બાળકની ગેરહાજરી એ તમામ શિક્ષકગણ માટે એક મુશ્કેલ અને અસહ્ય બાબત લાગે છે.
   ભગવાનને બધા સાથે મળી પ્રાર્થના કરીએ કે કોરોના મહામારીને દૂર કરે અને બધા માનવીનું જીવન રાબેતા મુજબ ચાલુ થાય અને બાળકો પાછા શાળાએ આવે અને આ નિર્જીવ સ્કૂલને હસતી, કૂદતી ખીલતી અને જીવંત બનાવે .


Sunday 2 May 2021

ઉનાળુ વેકેશન શરૂ

        સૌ વિદ્યાર્થી ભાઈ બહેન અને તમામ વાલીશ્રીઓ તા -3/5/2021 ને સોમવારથી શાળામાં વેકેશન પડેલ છે.ગામના યુવાનો અને વડીલોને જણાવવાનું કે બાળકોને દિવસમાં એકાદ કલાક લખવા વાંચવા ફરજીયાત બેસાડવા કે જેથી કરીને તેમના અક્ષર સારા રહે અને વાંચન ની ઝડપ પણ યોગ્ય આરોહ અવરોહ વાળી રહે અને બાલકોને અભ્યાસમાં રુચિ રહે.

    આ મહામારીની સ્થિતિમાં ખાસ ધ્યાન  રાખવું .બિનજરૂરી બહાર ન નીકળવું અને માસ્ક ફરજીયાત પહેરવું.
👏👏👏👏👏


Wednesday 14 April 2021

પક્ષી પરબ

      આજ રોજ તા : 15 /4/2021 ને ગુરુવારના રોજ પ્રા.શા.ઢાઠીના પટાંગણમાં પક્ષીઓને પાણી પીવા માટે પક્ષી પરબ પાત્ર લગાવવામાં આવ્યા.જેઠોલીના સેવાભાવી ડો.અજયભાઈ પટેલ તરફથી પ્રા.શા.ઢાઠીને 10 પક્ષી પરબ પાત્ર દાન કરવામાં આવ્યા હતા.ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે માણસોને પાણી માટે સમસ્યા થઈ રહી હોય ત્યાં આવા મૂંગા પક્ષીઓનો વિચાર કરી પાણી માટે પક્ષી પરબ શાળાને આપવા બદલ ડો.અજયભાઈનો શાળા પરિવાર અને એસ.એમ.સી.ઢાઠી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.


Thursday 8 April 2021

શાળામાં ફર્નિચરનું કામ

    શાળામાં 2021 ના નાણાંકીય વર્ષમાં શાળા વિકાસ ગ્રાન્ટમાંથી બંને વર્ગના રૂમમાં કબાટ બનાવવામાં આવ્યા.આ કબાટ ની ઘણા સમયથી જરૂરિયાત હતી.શાળાની સ્ટેશનરી તથા ઘણી એવી વસ્તુઓ કે જે મુકવા માટે તેને સાચવી રાખવા કબાટની જરૂરિયાત હતી.આખરે આ ઈચ્છા પૂરી થઈ.


Monday 22 March 2021

Dhathi School Photos


            અમારી શાળા બાળકો વગર સાવ સુની સુની લાગે છે. કોરોના મહામારીના કારણે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનું હોઈ બાળકો ઘરે રહી ભણી શકે અને પોતાનો અભ્યાસક્રમ સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરી શકે તે હેતુથી સરકારશ્રી ના ગાઈડલાઈન મુજબ અમે ચાલીએ છીએ.શાળામાં સ્વચ્છતા જળવાય અને અને બાગ બગીચો ફૂલો ફાલ્યો રહે એ માટે અમે શાળા પરિવાર તરફથી સતત પ્રયત્ન કરતા રહીએ છીએ.
      ઘરે રહો,સુરક્ષિત રહો
     જરૂર જણાય ત્યાં માસ્ક અને સેઈનીટાઈઝરનો ઉપયોગ કરતા રહો.
 


Tuesday 2 March 2021

Home learning Sheri sixan

      કોરોના મહામારીના કારણે જ્યારે શાળાઓ બંધ છે ત્યારે બાળકોનું શિક્ષણ ના બગડે અને તેમને ઘરે બેઠા શિક્ષણ મળે તે હેતુથી સરકારશ્રી દ્વારા હોમલર્નિંગ અને ડી.ડી.ગિરનાર દવારા શૈક્ષણિક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.ઢાઠી પ્રા.શા.ના શિક્ષકો દ્વારા બાળકોને શેરી શિક્ષણ અને વોટ્સએપ ગૃપ દ્વારા શિક્ષણ મળી રહે તે માટે મહેનત હાથ ધરી બાળકોને ઘરે જઈ શિક્ષણ આપવામાં આવ્યું.શાળાના આચાર્ય શ્રી હસુમતીબેન તથા ભરતભાઈએ બાલકોને સારું એવું માર્ગદર્શન અને શિક્ષણકાર્ય આપ્યું.