Tuesday 17 January 2017

પતંગોત્સવની ઉજવણી

અમારી શાળામાં પતંગોત્સવની ઊજવણી કરવામાં આવી.શાળાના બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ મજા કરી.શાળાનાં તમામ શિક્ષક ભાઇ બહેનોએ બાળકો સાથે આ ઉત્સવની મજા માણી.જુદા જુદા રંગબેરંગી પતંગો ચગાવી બાળકોએ ખૂબ જ ઉત્સાહથી આ ઉત્સવની ઉજવણી કરી.
એ ગઇ.....
એ કાયપી છે.....
આવી જાત જાતની બૂમો સાંભળી અમને પણ અમારી એ દિવસોની યાદો તાજી કરાવી.અમને પણ બે ઘડી થયું કે કાસ આ બચપણ જો આજીવન આપણી સાથે જ રહેતું હોત ને આપણને આમ જ ખુશી આપતું હોત તો???
સાચે જ નાના હતાં ત્યારે કેવી ખુશી ,કેવી સાચી લાગણી ,કોઈ જ જવાબદારી નહી અને આપને આપણા મનના માલીક અને રાજા.સાચે જ દરેકને મનમાં ને મનમાં થતું જ હોય છે કે કદાચ અમને અમારું બાળપણ પાછું મળી જાય તો!
પણ  આવું શકય નથી ,તો આપને સૌ જેના થકી આપણે છીએ, એવા આપણાં વ્હાલાં બાલદેવોમાં જ આપણું બચપણ જોઇસુ અને એમને હંમેશા ખૂબ ખુશ રાખવાનો પ્રયત્ન કરીશુ.


4 comments: