Friday 27 January 2017

68 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

અમારી શાળામાં 68 માં પ્રજાસત્તાકદિન ભવ્ય ઊજવણી કરવામાં આવી.શાળાના શિક્ષકશ્રી દિનેશભાઇ ધ્વજરક્ષક તરીકેની જવાબદારી અદા કરી. ગામમાંથી સૌથી વધું ભણેલી દિકરી કુમારી અમરતબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો.ગામનાં દાતાશ્રી કાન્તીભાઈ કાળાભાઇ સોલંકી તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તા માટેની ડિશો આપવામાં આવી.


Tuesday 17 January 2017

પતંગોત્સવની ઉજવણી

અમારી શાળામાં પતંગોત્સવની ઊજવણી કરવામાં આવી.શાળાના બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ મજા કરી.શાળાનાં તમામ શિક્ષક ભાઇ બહેનોએ બાળકો સાથે આ ઉત્સવની મજા માણી.જુદા જુદા રંગબેરંગી પતંગો ચગાવી બાળકોએ ખૂબ જ ઉત્સાહથી આ ઉત્સવની ઉજવણી કરી.
એ ગઇ.....
એ કાયપી છે.....
આવી જાત જાતની બૂમો સાંભળી અમને પણ અમારી એ દિવસોની યાદો તાજી કરાવી.અમને પણ બે ઘડી થયું કે કાસ આ બચપણ જો આજીવન આપણી સાથે જ રહેતું હોત ને આપણને આમ જ ખુશી આપતું હોત તો???
સાચે જ નાના હતાં ત્યારે કેવી ખુશી ,કેવી સાચી લાગણી ,કોઈ જ જવાબદારી નહી અને આપને આપણા મનના માલીક અને રાજા.સાચે જ દરેકને મનમાં ને મનમાં થતું જ હોય છે કે કદાચ અમને અમારું બાળપણ પાછું મળી જાય તો!
પણ  આવું શકય નથી ,તો આપને સૌ જેના થકી આપણે છીએ, એવા આપણાં વ્હાલાં બાલદેવોમાં જ આપણું બચપણ જોઇસુ અને એમને હંમેશા ખૂબ ખુશ રાખવાનો પ્રયત્ન કરીશુ.


Thursday 12 January 2017

શાળામાં સાઉન્ડ સિસ્ટમનું દાન

આજ રોજ તા : 12/1/17 ને ગુરુવારનાં રોજ અમારી શાળામાં આચાર્યશ્રી દલપતસિંહ અને સ્ટાફ પરિવાર માંથી શ્રીમતિ એચ.ડી.પટેલ,શ્રી દિનેશભાઇ પટેલ તથા શ્રી ભરતભાઇ વાળંદ અને ગામમાંથી  દાતાશ્રી મહેશભાઈ તથા અજીતભાઈ તરફથી ફાળો ભેગો કરી સાઉન્ડ સિસ્ટમનું દાન આપવામાં આવ્યું.
ભાઈ શ્રી મહેશભાઈ અને અજીતભાઇ નો ખૂબ ખૂબ આભાર


Tuesday 3 January 2017

શિક્ષકશ્રી ભરતભાઇ તથા બેન શ્રી એચ.ડી.પટેલ તરફથી તિથિ ભોજન

આજ રોજ શાળાના શિક્ષકશ્રી ભરતભાઇ નો જન્મ દિવસ અને શિક્ષિકા બેનશ્રી એચ.ડી.પટેલની ખા.દા.તા.હોઇ બન્ને તરફથી શાળાના બાળકો ને પાવભાજીનું તિથિભોજન આપવામાં આવ્યું.
બન્ને નો ખૂબ ખૂબ આભાર