Thursday 19 September 2024

ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન

        આજરોજ તારીખ 19 સપ્ટેમ્બર 2024 ને ગુરૂવારના રોજ સુતારીયા ક્લસ્ટરનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન પાલીખંડા આશ્રમશાળામાં યોજાયું. અમારી ઢાઠી પ્રાથમિક શાળાના બે બાળ વૈજ્ઞાનિકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો. શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી ભરતભાઈના માર્ગદર્શન હેઠળ ધર્મેશકુમાર તથા નિલેશકુમાર એ કૃતિ તૈયાર કરી. વિભાગ 5 વેસ્ટ વ્યવસ્થાપનમાં  પાણીનું  શુદ્ધિકરણ કૃતિ બનાવી.બાળકોને સી.આર.સી.હમીદભાઈ દ્વારા પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરી, બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું.બાળકોને આશ્વાસન ઇનામની સાથે સાથે સરસ મજાનો નાસ્તો પણ આપવામાં આવ્યો.

Thursday 5 September 2024

શિક્ષકદિનની ઉજવણી

          આજ રોજ તારીખ પાંચમી સપ્ટેમ્બર ને ગુરૂવારના રોજ ઢાઠી પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. શાળાના બાળકોએ શિક્ષક બનીને શિક્ષણ કાર્ય કર્યું. સવારથી માંડીને સાંજ સુધી શિક્ષક બનેલા બાળકોએ શાળાનું સ્વયં સંચાલન કર્યું. આજના અમારા શિક્ષક બનેલા એવા પ્રીતિ બહેન,ડિમ્પલ બહેન, સંજનાબહેન,કુણાલભાઈ અને ધર્મેશભાઈએ દરેક વર્ગમાં સરસ શિક્ષણકાર્ય કર્યું.શાળાના મુખ્ય શિક્ષક શ્રી નટવરલાલ એ બાળકોને શિક્ષકદિન કેમ ઉજવાય છે? તેના વિશે પ્રાર્થનામાં સરસ માહિતી આપી. શાળાના આ.શિ. શ્રી ભરતભાઈએ શાળાના તમામ બાળકોને  પફનો નાસ્તો કરાવ્યો.