Monday, 29 July 2024

બાલમેળાની ઉજવણી

       આજ રોજ તારીખ 27 જુલાઈ 2024 ને શનિવારના રોજ આમારી પ્રાથમિક શાળા ઢાઠીમાં બાળમેળાની ઉજવણી કરવામાં આવી. શાળાના તમામ બાળકોએ બાળગીત ,અભિનય ગીત, બાળવાર્તા ,કાગળકામ ,છાપકામ ,ચિત્રકામ, કોલાજવર્ક, માટીકામ, ઘડીકામ,રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શાળાના આચાર્ય શ્રી નટવરલાલ અને આશિ. શ્રી ભરતભાઈએ શાળાના તમામ બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું. સૌ બાળકોને ખૂબ જ મજા આવી.