Thursday 16 March 2023

પક્ષી પરબ

        આજ રોજ તા : 16/3/23 ને ગુરુવારના રોજ બાળકો અને શાળાના શિક્ષકગણ સાથે મળીને પક્ષી માટે પાણી પીવાની પરબ બનાવવામાં આવી.બાળકો પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ કેળવે તે અધ્યયન નિષ્પતી સિદ્ધ થાય તે અંતર્ગત એક સહ અભ્યાસિક પ્રવૃત્તિ કરવામાં આવી.બાળકોને ઘરે પણ આવી પક્ષી પરબ બનાવવા જણાવવામાં આવ્યું. પક્ષીઓને ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહત મળે અને બાળકોમાં દયા તથા સહાનુભૂતિનો ભાવ કેળવાય એ અમારી પ્રવૃત્તિનો મુખ્ય આશય હતો.

Monday 13 March 2023

RAIN DROPS કીટનો ઉપયોગ અને બાળકોને તેની વિગતે સમજ આપી

         આજ રોજ તા : 13/3/23 ને સોમવારના રોજ બાળકોને SSA દ્વારા અપાયેલ રેન ડ્રોપ્સ કીટનું પ્રદર્શન યોજી તેની વિગતે સમજ આપી.સ્ટોરી ,કેપિટલ અને સ્મોલ લેટર્સ,જુદા જુદા અંગ્રેજી વર્ડ્સ, રીડલ્સની સમજ આપી વિગતે ચર્ચા કરી.

Friday 3 March 2023

હોળી ધૂળેટીની ઊજવણી

       આજ રોજ પ્રા.શાળા ઢાઠીમાં એકમ કસોટી પૂર્ણ થયા બાદ બાળકોની ફરમાઈશને ધ્યાનમાં રાખી ,મુ.શી.શ્રીની પરવાનગી લઈ  ચોખ્ખા પાણી અને જુદા જુદા રંગના ગુલાલ વડે ધૂળેટી રમવાની છૂટ આપવામાં આવી.બાળકોએ થોડા સમય માટે ખૂબ મજા કરી અને ધૂળેટીની ઉજવણી કરી.
      આપ સૌને એડવાન્સમાં પ્રા.શાળા ઢાઠી પરિવાર તરફથી હોળી અને ધૂળેટીની શુભકામનાઓ