Monday, 23 December 2019

English kit pradrshan

શાળામાં અંગ્રેજી કીટ આવી હોઇ શાળાના બાળકો ની જિજ્ઞાશાવૃત્તિ સંતોષવા માટે તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું.દરેક વસ્તુની માહિતી આપવામાં આવી.


Thursday, 5 September 2019

Teacher's Day Celebration

      આજ રોજ તા: 5/9/2019 ને ગુરુવારના રોજ અમારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ઘ્વારા સ્વયં શિક્ષકદીનની ઉજવણી કરવામાં આવી.વિદ્યાર્થીઓ એ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવ્યા અને શિક્ષક બનવાની મજા લીધી.ખુદ શિક્ષક તરીકે કેવો અનુભવ થાય એ એમને પ્રત્યક્ષ એહસાસ થયો.
     બાળકોએ ખૂબ જ સરસ આયોજન કર્યું અને શિક્ષકદિનની મજા લીધી.
     અમારા આજના બાળ શિક્ષકો અને શાળા પરિવાર તરફથી સૌને શિક્ષકદીનની શુભકામના.
ડૉ.રાધાકૃષ્ણન જે શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બન્યા એમના માનમાં શિક્ષકદિન ઉજવાય છે.તો એમને પણ આજે આપણે યાદ કરવા રહ્યા.


Friday, 30 August 2019

તિથિ ભોજન

     આજ રોજ તા : 30/8/2019 ને શુક્રવારના રોજ અત્રેની ઢાઠી પ્રા.શાળાના બાળકોને ગ્રામજનો તરફથી તિથિભોજન આપવામાં આવ્યું.દાળ-ભાત,લાડુ,શાક નું ભોજન સમસ્ત ગ્રામ પરિવાર તરફથી આપવામાં આવ્યું.સમસ્ત શાળા પરિવાર ગ્રામજનોનો ખૂબ  આભાર વ્યક્ત કરે  છે.


Wednesday, 28 August 2019

તિથિભોજન

       તા : 28/8/19ને બુધવારના રોજ શાળાના બાળકોને શાળાના સ્ટાફ પરિવાર તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું. પવિત્ર શ્રાવણ માસમાં આગલા દિવસે એટલે કે તા : 27/8 ના રોજ પાલિખંડા મંદિરના મહારાજે પણ શાળાના બાળકોને તિથિ ભોજન કરવું.શાળા પરિવાર તરફથી મહારાજશ્રી વંદન.


Friday, 16 August 2019

73મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

      પ્રા.શા.ઢાઠીમા 73 માં સ્વાતંત્ર્ય દીનની ઉજવણી કરવામાં આવી.ગામના SMC સભ્યો,ગ્રામજનો તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
     🇮🇳  સૌને શાળા પરિવાર તથા ગ્રામજનો તરફથી સ્વાતંત્ર્ય દીનની શુભકામના.🇮🇳
                  🇮🇳🇮🇳 જય  હિન્દ 🇮🇳🇮🇳


Tuesday, 8 January 2019

Samosa vitran

   આજે તા : 8/1/19 ને મંગળવારના રોજ અમારી પ્રા.શા.ઢાઠીમાં શાળાના વિધ્યાર્થીઓને  શાળાના શિક્ષક શ્રી ભરતભાઇ અને શિક્ષિકાબેન શ્રી હસુમતીબેન તરફથી સમોસા આપવામાં આવ્યા.સાહેબ તથા બેનનો ખૂબ ખૂબ આભાર.