Wednesday 19 December 2018

School Shoes For Students

    આજ રોજ તા : 19/12/18 ના રોજ અમારી પ્રા.શા.ઢાઠીના વિદ્યાર્થીઓને સ્કૂલ શૂઝ આપવામાં આવ્યા.વિદ્યાર્થીઓની બચત તથા ગામના દાતા શ્રી મહેશભાઈના 2000 રૂપિયાના દાનની સહાયથી બાળકોને સ્કૂલશૂઝ મળ્યાં. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર.બાળકો આજે ખૂબ ખુશ જોવા મળ્યા. નવા શૂઝ મળવાની ખુશી એમના ચહેરા પર જોવા મળતી હતી.


Tuesday 18 December 2018

શાળા આરોગ્ય તપાસણી

    તા : 17/12/18 ને સોમવારના રોજ અમારી શાળામાં આરોગ્ય તપાસણી માટે તબીબી હેલ્થ ઓફિસર અને તેમની ટીમ આવી હતી.શાળાના તમામ બાળકોની શારીરિક તપાસણી કરવામાં આવી.ધો -1 માં ભણતા 1 વિદ્યાર્થીની વિકલાંગતા માટે સંદર્ભ પત્રક ભરી કેમ્પ મા હાજર રહેવા જણાવવામાં આવ્યું.તમામ વિધ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી.


Monday 3 December 2018

Ramat Gamat

  તા :1/12/2018ને શનિવારના રોજ અમારી શાળામાં લીંબુ ચમચી અને માટલાફોડની રમત રમાડવામાં આવી.શાળાના તમામ બાળકોએ આ રમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.બધા બાળકોને ખૂબ મજા આવી.


Sunday 18 November 2018

બીજા સત્રનો પ્રારંભ

  આજ રોજ તા : 18/11/2018ને સોમવારના રોજ બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ.પ્રથમ દિવસે શાળા સફાઈ,મેદાન સફાઈ કરી શૈક્ષણિક કામગીરીની શરૂઆત કરવામાં આવી.
  સૌને નવા વર્ષની શુભકામના તથા બીજું સત્ર સૌને શુભદાયી નીવડે તેવી અમારા
ઢાઠી શાળા પરિવાર તરફથી પ્રાર્થના અને સૌને નવા વર્ષની શુભેચ્છા.


Tuesday 9 October 2018

Navaratri Celebration

Navaratri Celebration

  આજે અમારી શાળામાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી.શાળાના બાળકોએ ગરબાની રમઝટ માણી.ધોરણ 1 થી 5 ના તમામ બાળકોએ ખૂબ જ મજા કરી.
🕉 જય આદ્યશક્તિ અંબે માં 🕉

આવતીકાલ તારીખ:- ૧૦-૧૦-૨૦૧૮ થી શરૂ થતી નવરાત્રી ની આપ સૌને અમારા શાળા પરિવાર  તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ. માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ,સમૃધ્ધિ અર્પે.
જય અંબે માં


Monday 1 October 2018

ગાંધી જયંતીની ઉજવણી

   આજ રોજ 2 ઓક્ટોબર 2018ને મંગળવારના રોજ પ્રા.શા.ઢાઠીમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી.સૌ પ્રથમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ગામમાં પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું.પ્રભાતફેરી દરમિયાન મ.ભો.સંચાલક અને SMC અધ્યક્ષ દ્વારા બાળકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું.તેમનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી.ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણ વજન તું તેને રે કહીએ ગાવડાવવામાં આવ્યું.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીના વિચારો પ્રકટ કરવામાં આવ્યા,તેમના વિશે વાંચન કરવામાં આવ્યું.છેલ્લે સફાઈની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી.
        શાળાના શિક્ષકશ્રી ભરતભાઇ દ્વારા ગાંધીજીના જીવન પ્રસંગો વિશે બાળકોને જણાવવામાં આવ્યું.


Wednesday 5 September 2018

Teacher's Day Celebration

   આજે 5મી સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન.
ઢાઠી પ્રા.શાળામાં આજે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.શાળાના બાળકોએ શિક્ષક બની શાળાના બાળકોને શિક્ષાના પાઠ ભણાવ્યા.પોતે શિક્ષક બની એક દિવસ માટે શિક્ષણકાર્ય અને શાળાનું સંચાલન કરી પોતે એક જવાબદાર વ્યક્તિની ભુમિકા ભજવી અને અનોખી ખુશી મેળવી.
   શિક્ષકદિનના દિવસે શિક્ષક બની ખૂબ સરસ કામગીરી કરવા બદલ એક દિવસના શિક્ષક એવા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.


Tithi Bhojan

  આજ રોજ તા : 5/9/18 ને બુધવારના રોજ ગામનાં યુવા અને શાળા માટે હંમેશા તૈયાર રહેનાર એવા શ્રી દિલીપભાઈ પરમાર તરફથી શાળાના બાળકોને દાળ, ભાત,લાડુ,શાકનું તિથિ ભોજન આપવામાં આવ્યું. શ્રાવણ જેવા પવિત્ર માસમાં બાળકોને તિથિ ભોજન આપવા માટે શાળા પરિવાર તરફથી  દિલીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન.


Wednesday 22 August 2018

Tithi Bhojan

     તા : 21/8/18 ને બુધવારના રોજ ઢાઠી પ્રા.શા.ના SMC અધ્યક્ષ તરફથી શાળાના તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ તરફથી દાળ, ભાત,પાપડ,લાડુ,શાકનું ભોજન આપવામાં આવ્યું.
       આ પવિત્ર શ્રાવણ માસમાં તિથિ ભોજન આપી શાળાના બાળકોને ખુશ કરવા બદલ નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.સમગ્ર શાળા પરિવાર તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન.

Thursday 16 August 2018

સ્વાતંત્રદિનની ઉજવણી

  તા : 15/8/18 ના રોજ પ્રા.શા.ઢાઠીમાં 72 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.આ પર્વની ઉજવણીમાં ગામનાં આગેવાનો,SMC સભ્યો,વડીલો,બાળકો મોટી સંખ્યામાં હાજર રહયા.ખૂબ ધામધૂમથી આ પર્વની ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમના અંતે તમામ હાજર વ્યક્તિઓ દ્રારા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.
   પ્રા.શા.પરિવાર તરફથી દેશની તમામ જનતાને સ્વાતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના.
            🇮🇹HAPPY INDEPENDENCE DAY🇮🇹


Tuesday 14 August 2018

તિથિ ભોજન

  આજે અમારી પ્રા.શા.માં શિક્ષક સ્ટાફ પરિવાર અને મ.ભો.પરિવાર તરફથી બાળકોને દાળ, ભાત,લાડુ,શાક અને
પાપડ નું તિથિ ભોજન આપવામાં આવ્યું. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા જ તિથિ ભોજનની મજા બાળકોને ખુશ કરી દે છે.ગામ તરફથી પણ શ્રાવણ માસમાં ગણા બધા દાતા તરફથી બાળકોને તિથિ ભોજનનો લાભ મળતો રહે છે.


Tuesday 24 July 2018

ઓરી અને ઋબેલા રસીકરણ

તા : 23/7/18 ને સોમવારના રોજ અમારી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના મીઝલ્સ ઋબેલા રસીકરણ અભિયાન અંતર્ગત ઓરી અને ઋબેલાની રસી શાળાના તમામ બાળકોને  મુકવામાં આવી.પી.એચ.સી.ના સ્ટાફ દ્રારા રસીકરણ કાર્યક્રમ શાળામાં યોજવામાં આવ્યો. શાળાના કુલ 48 બાળકો એ આ રસી નો લાભ લીધો.
     વિના મુલ્યે રસી મુકવાના કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ સરકારશ્રી તથા પી.એચ.સી.ના સ્ટાફ નો ખૂબ ખૂબ આભાર.


Friday 15 June 2018

Praveshotsav 2018

તા:15/6/18 ને શુક્રવારના રોજ દેવ હાઈસ્કુલમાં ઢાઠી પ્રા.શાળાનો  પ્રવેશોત્સવ ઉજવાયો.નાના નાના ભુલકાઓના શિક્ષણ જગતમાં પ્રથમ દિવસની ઉજવણી કરવામાં આવી.આ ઉજવણીમાં બાલાસિનોર પ્રાંત ઓફિસર ,નાયબ કલેક્ટર બેન શ્રી અનન્યાદાસ મેડમ તેમજ સી.આર.સી.કોં ઓર્ડીનેટર શ્રી હમીદભાઇ શેખ હાજર રહયા હતાં.
   નાના નાના ભૂલકાઓને મેડમના હસ્તે શૈક્ષણીક કીટ આપીને તેમજ મોં મીઠુ કરાવી ને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.મેડમે આ પ્રસંગે ઉદબોધન કરી બાળકોને પ્રેરણા આપી હતી સાથે સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવાની અપીલ કરી હતી.


Sunday 10 June 2018

નવા સત્રનો પ્રારંભ

નમસ્કાર
આજે તા : 11/6/18 ને સોમવાર
નવા સત્રનો પ્રારંભ
💐 શાળામાં પ્રથમ સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે આપને નવા સત્ર માટે શુભેચ્છાઓ.💐

આવો સૌ સાથે મળી શાળાના બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે અને દેશના સર્વશ્રેષ્ઠ નાગરિક બને તે માટે  કામે લાગીએ.
💐💐👏🏽👏🏽👍🏾👍🏾💐💐
        આજે વેકેશન બાદ ઘણા દિવસો પછી શાળા ખુલતી હોઇ
શાળાના મેદાન અને વર્ગની મહાસફાઇની ઝુંબેશ ચલાવવા માટે વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકગણ તૈયાર.
    શાળાના પ્રથમ દિવસના સફાઇ પહેલાંના ફોટોગ્રાફ


Saturday 14 April 2018

Dr.Aambedakar jayanti ni ujavani

    આજ રોજ તા:14/4/18 ને શનિવારના રોજ અમારી શાળામાં ડૉ. આંબેડકરના જન્મદિનની ઉજવણી કરવામાં આવી.આ દિવસે ડૉ. આંબેડકરના ફોટા ઉપર ફૂલો અર્પણ કરી ને આ કાર્યક્રમ ની શરૂઆત કરવામા આવી. આ દિવસે શાળાનાં બાળકોએ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો.શાળાના આચાર્યશ્રી દ્રારા આંબેડકરના જીવનના પ્રસંગો વિશે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી.    ગ્રામજનો,શિક્ષકગણ,SMC સભ્યો ભેગા મળીને ચર્ચા કરવામાં આવી.


Wednesday 4 April 2018

પક્ષી પરબ

  ઉનાળાના આગમનની સાથે સાથે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઇ.આવી ગરમીમાં માનવ,પશુ,પક્ષીઓ સૌને પાણીની તકલીફ પડવાની. આપને સૌ માનવવર્ગ તો આપડી તકલીફનું સમાધાન કરી દઈએ પણ અબોલા પક્ષીઓની સ્થિતિ  કાંઇ જુદી જ હોય છે.એક બાજુ આપડે પાણી બચાવો અભિયાન અંતર્ગત પાણી વેસ્ટ જવા દેતા નથી એટલે કોઈ પણ જગ્યાએ આવા વેસ્ટ પાણીનો સ્ત્રાવ પક્ષીઓને મળવો મુશ્કેલ હોઇ આપડે સૌ પક્ષીઓ પ્રત્યે દયાભાવ રાખી પોતાના ઘરે કે કોઈ રહેઠાણની જગ્યાએ આવા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરીશું તો એ આપણા માટે પુણ્યનું કામ થશે અને પક્ષીઓનો જીવ બચશે.તો મહેરબાની કરીને અમારી પ્રા.શાળા.ઢાઠીની તમે પણ પક્ષીઓ માટે કઇક આવુ આયોજન કરો એવી વિનંતિ.


Wednesday 28 February 2018

Holi Celebration

   આજે અમારી શાળામાં હોળીના ઉત્સવની જોરદાર ઉજવણી કરવામાં આવી.શાળાના બાળકોએ આ હોળીની ઉજવણી માં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો.આ પહેલા શાળાના આચાર્યશ્રી દ્રારા હોળીના તહેવાર કેમ ઉજવવામાં આવે છે તે વિશે વિગતે સમજ આપી.પ્રહલાદની વાર્તા પણ એમને કહી સંભળાવી.
     શાળા પરિવાર ઢાઠી તરફથી તમામને હોળી અને ધુળેટીની ખૂબ ખૂબ શુભેચ્છા.


Friday 2 February 2018

R.O. System In Our School

      અમારી શાળામાં બાળકો માટે પીવાના પાણીની સમસ્યા દુર થઈ. S.S.A. યોજના અંતર્ગત શાળામાં R.O.ની કીટ આપવામા આવી.અને આ કીટ દ્રારા બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળતું થયું. ઘણા સમયથી આ સમસ્યાના ઉકેલ માટે અમે અવનવા ઘણા પ્રયત્ન કર્યા પણ અમે એમા 100% સફળતા મેળવી શક્યા ન હતા, પણ હવે અમારી આ સમસ્યાનો અંત આવી ગયો.
    હવે હજુ એક સમસ્યા એ શાળાનો કમ્પાઉન્ડ વોલ.અમે એનાં માટે પણ છેલ્લાં 3 વર્ષથી સતત પ્રયત્ન કરીએ છીએ પણ અમારી આ સમસ્યા દુર થવાનું નામ નથી લેતી.અમારી ધો. 1 થી 5 ની નાની શાળાની બિલકુલ નજીક ગણો ઊંડો કૂવો છે જે અમારા નાના બાળકો માટે ખૂબ જોખમી હોવાથી અમારી રજૂઆતને ઘ્યાનમાં લઇ યોગ્ય ઘટતું કરવા શાળા પરિવાર વિનન્તી સહ અરજ કરીએ છીએ.


Friday 26 January 2018

REPUBLICDAY CELEBRATION

    આજ રોજ અમારી શાળામાં 26 જાન્યુઆરીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ ,સ્ટાફ પરિવાર ,SMC પરિવાર તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં.ઉપસ્થિત રહેનાર તમામનો ખૂબ ખૂબ આભાર.
       *મેરા ભારત મહાન*
*વન્દે માતરમ્, ભારત માતાકી જય*
આવો આપણે સૌ સાથે મળીને એક આદર્શ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરીયે... 26 જાન્યુઆરી,2018 ના 69 માં રાષ્ટ્રીય તહેવારની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... 
🙏🏻🙏🏻