આજ રોજ તા : 23/8/2017 ને બુધવારના રોજ ઢાઠી ગામનાં ઉત્સાહી આગેવાન અને ડેપ્યૂટી સરપંચ શ્રી ફતેસિંહ એચ.ચૌહાણ તરફથી શાળાના બાળકોને તિથિ ભોજન આપવામા આવ્યું. તેમાં દાળ, ભાત,લાડુ અને ડિસ્કો પાપડ જેવી વાનગીઓ રાખવામાં આવી.આ તિથિ ભોજનનો લાભ શાળાના બાળકો,શિક્ષકો તથા એસ.એમ.સી.ના સભ્યોએ પણ લીધો.
તિથિ ભોજન આપવા બદલ શ્રી ફતેંસિંહનો ખૂબ ખૂબ આભાર.
Wednesday, 23 August 2017
તિથિ ભોજન
Tuesday, 15 August 2017
INDEPENDENCEDAY CELEBRATIONS
આજ રોજ તા : 15/8/17 ને મંગળવારના દિવસે અમારી પ્રા.શાળામાં 71મા સ્વતંત્રતાદિનની ઉજવણી કરવામાં આવી.આ ઉજવણીમાં શાળાના તમામ શિક્ષકગણ,વિદ્યાર્થીઓ,એસ.એમ.સી.નાં સભ્યો,ગામના વડીલો તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહયા.આજે સ્વતંત્રતાદિનની સાથે સાથે જન્માષ્ટમી પણ હોવાથી આ ઉજવણીમાં ચાર ચાંદ લાગી ગયા.ગ્રામજનોએ વિધાર્થીઓને મીઠાઈની વહેંચણી કરી.
આ સ્વતંત્રતાદિનની ઉજવણીમા હાજર હાજર રહેનાર તમામનો ખૂબ ખૂબ આભાર.
અખિલ બ્રહ્માંડના નાથ અને રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ પરમાત્માના જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે શુભકામનાઓ.......
સાથે સાથે......
71 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે તમામ ભારતીયો ને હાર્દિક શુભકામના...!!
Thursday, 3 August 2017
Tithi Bhojan
આજ રોજ તા : 3/8/2017 ને ગુરુવારના રોજ ગામનાં વડીલ શ્રી મોનાભાઈ ભીખાભાઇ પરમાર તરફથી શાળામાં વિદ્યાર્થીઓને તિથિભોજન કરાવવામાં આવ્યું.
ગામનાં વડીલ શ્રી મોનાભાઈનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે કે જેમને આ પવિત્ર શ્રાવણ માસમાં સૌ પહેલા તિથિ ભોજનની પહેલ કરી. ખૂબ ખૂબ આભાર.