Thursday 3 October 2024

બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી

       આજ રોજ તા :- 3/10/2024 ને ગુરુવારના રોજ અત્રેની ઢાઠી પ્રા.શાળાના આ.શિ. શ્રી ભરતભાઇ એ શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપી.આ કીટ માં પેન્સિલ,રબર,સંચો,ફૂટપટ્ટી,પેન તથા પાઉચ આપવામાં આવ્યા.પરીક્ષા નજીક આવતી હોય બાળકોને ઉપયોગી થાય તે હેતુસર બાળકોને કીટ આપવામાં આવી.

Thursday 19 September 2024

ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન

        આજરોજ તારીખ 19 સપ્ટેમ્બર 2024 ને ગુરૂવારના રોજ સુતારીયા ક્લસ્ટરનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન પાલીખંડા આશ્રમશાળામાં યોજાયું. અમારી ઢાઠી પ્રાથમિક શાળાના બે બાળ વૈજ્ઞાનિકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો. શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી ભરતભાઈના માર્ગદર્શન હેઠળ ધર્મેશકુમાર તથા નિલેશકુમાર એ કૃતિ તૈયાર કરી. વિભાગ 5 વેસ્ટ વ્યવસ્થાપનમાં  પાણીનું  શુદ્ધિકરણ કૃતિ બનાવી.બાળકોને સી.આર.સી.હમીદભાઈ દ્વારા પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરી, બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું.બાળકોને આશ્વાસન ઇનામની સાથે સાથે સરસ મજાનો નાસ્તો પણ આપવામાં આવ્યો.

Thursday 5 September 2024

શિક્ષકદિનની ઉજવણી

          આજ રોજ તારીખ પાંચમી સપ્ટેમ્બર ને ગુરૂવારના રોજ ઢાઠી પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. શાળાના બાળકોએ શિક્ષક બનીને શિક્ષણ કાર્ય કર્યું. સવારથી માંડીને સાંજ સુધી શિક્ષક બનેલા બાળકોએ શાળાનું સ્વયં સંચાલન કર્યું. આજના અમારા શિક્ષક બનેલા એવા પ્રીતિ બહેન,ડિમ્પલ બહેન, સંજનાબહેન,કુણાલભાઈ અને ધર્મેશભાઈએ દરેક વર્ગમાં સરસ શિક્ષણકાર્ય કર્યું.શાળાના મુખ્ય શિક્ષક શ્રી નટવરલાલ એ બાળકોને શિક્ષકદિન કેમ ઉજવાય છે? તેના વિશે પ્રાર્થનામાં સરસ માહિતી આપી. શાળાના આ.શિ. શ્રી ભરતભાઈએ શાળાના તમામ બાળકોને  પફનો નાસ્તો કરાવ્યો.


Friday 23 August 2024

શ્રાવણ માસનું ત્રીજું તિથિ ભોજન

        આજે તારીખ 23 ઓગસ્ટ ને શુક્રવારના રોજ પ્રાથમિક શાળા ઢાઠી તથા આંગણવાડીના તમામ બાળકોને ગામના યુવાન શ્રી નરેન્દ્રભાઈ પ્રભાતસિંહ પરમારના પરિવાર તરફથી આ શ્રાવણ માસમાં તિથિ ભોજન આપવામાં આવ્યું.તિથિ ભોજનમાં દાળ,ભાત,રમકડાં અને લાડુ બનાવવામાં આવ્યા.શાળાના તમામ બાળકોએ તિથિ ભોજનનો લાભ લીધો.શાળા પરિવાર અને એસ.એમ.સી. સમિતિ આ તબક્કે નરેન્દ્રભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કરે છે.

Thursday 22 August 2024

શ્રાવણ માસનું બીજું તિથિ ભોજન

     આજે તારીખ 22 ઓગસ્ટ ને ગુરુવારના રોજ પ્રાથમિક શાળા ઢાઠી તથા આંગણવાડીના તમામ બાળકોને ગામના યુવાન શ્રી રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી તરફથી આ શ્રાવણ માસમાં તિથિ ભોજન આપવામાં આવ્યું.તિથિ ભોજનમાં દાળ,ભાત, શાક અને બુંદી બનાવવામાં આવ્યા.શાળાના તમામ બાળકોએ તિથિ ભોજનનો લાભ લીધો.શાળા પરિવાર અને એસ.એમ.સી. સમિતિ આ તબક્કે રાજેન્દ્રસિંહ અને કોમલ બેનનો આભાર વ્યક્ત કરે છે.

Friday 16 August 2024

રક્ષાબંધનની ઉજવણી

        આજ રોજ તારીખ 17 ઓગસ્ટ 2024ને શનિવારના રોજ અત્રેની ઢાઠી પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. શાળાના તમામ બાળકોએ આ ઉજવણીમાં ભાગ લીધો. શાળાની તમામ દીકરીઓએ ભાઈઓને કુમકુમ તિલક કરી ,મીઠાઈ ખવડાવી મો મીઠું કરાવી રાખડી બાંધી .શાળાના આચાર્યશ્રી તથા આસિસ્ટન્ટ શિક્ષક શ્રી એ બાળકોને રક્ષાબંધન વિશે સમજ આપી તેનું મહત્વ સમજાવ્યું.

શ્રાવણ માસનું પ્રથમ તિથિ ભોજન

        આજે તારીખ 16 ઓગસ્ટ ને શુક્રવારના રોજ પ્રાથમિક શાળા ઢાઠી તથા આંગણવાડીના તમામ બાળકોને શાળાના આચાર્ય શ્રી નટવરલાલ તરફથી આ શ્રાવણ માસનું પ્રથમ તિથિ ભોજન આપવામાં આવ્યું.તિથિ ભોજનમાં દાળ,ભાત, શાક,રમકડા અને બુંદી બનાવવામાં આવ્યા.શાળાના તમામ બાળકોએ તિથિ ભોજનનો લાભ લીધો.એસએમસી પરિવાર આ તબક્કે નટવરલાલનો આભાર વ્યક્ત કરે છે.