આજ રોજ તા -26 જાન્યુઆરીના રોજ ઢાઠી પ્રા.શાળામાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.શાળામાં ભણેલી અને હાલ PTC કોલેજમાં અભ્યાસ કરતી દીકરી લક્ષ્મીબેનના હાથે ઘ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. દીકરી લક્ષ્મીનું શાળા પરિવાર અને SMC ઢાઠી દ્વારા સન્માનપત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું.
ઘ્વજરક્ષકની જવાબદારી ભરતભાઇ દ્વારા નિભાવવામાં આવી. આજ રોજ યોજાયેલ વાલી મિટિંગમાં મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને FLN અને અન્ય શૈક્ષણિક મુદ્દાની ચર્ચા કરવામાં આવી.શાળાના આચાર્ય શ્રી નટુભાઈ દ્વારા વિવિધ મુદ્દાની ચર્ચા કરી સમજ આપવામાં આવી.
🇮🇳 સૌને 77 માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ🇮🇳