Friday, 13 February 2026
નમકીનના પેકેટનું વિતરણ
શાળાના મુ.શિ. શ્રી નટવરલાલ તરફથી શાળાના તમામ બાળકોને નમકીનના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.તો શાળા પરિવાર અને SMC ઢાઠી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
Monday, 26 January 2026
77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
આજ રોજ તા -26 જાન્યુઆરીના રોજ ઢાઠી પ્રા.શાળામાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.શાળામાં ભણેલી અને હાલ PTC કોલેજમાં અભ્યાસ કરતી દીકરી લક્ષ્મીબેનના હાથે ઘ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. દીકરી લક્ષ્મીનું શાળા પરિવાર અને SMC ઢાઠી દ્વારા સન્માનપત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું.ઘ્વજરક્ષકની જવાબદારી ભરતભાઇ દ્વારા નિભાવવામાં આવી.
આજ રોજ યોજાયેલ વાલી મિટિંગમાં મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને FLN અને અન્ય શૈક્ષણિક મુદ્દાની ચર્ચા કરવામાં આવી.શાળાના આચાર્ય શ્રી નટુભાઈ દ્વારા વિવિધ મુદ્દાની ચર્ચા કરી સમજ આપવામાં આવી.
🇮🇳 સૌને 77 માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ🇮🇳
Monday, 12 January 2026
ઉત્તરાયણની ઉજવણી
આજ રોજ તારીખ 13 જાન્યુઆરી 2026 ને મંગળવારના રોજ અમારી ઢાઠી પ્રાથમિક શાળામાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી.શાળાના તમામ બાળકોને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે આજરોજ બટાકાની સૂકી ભાજી, પુરી ,બુંદી અને રમકડાનું તિથિ ભોજન આપવામાં આવ્યું.શાળાના મુખ્ય શિક્ષક શ્રી નટવરભાઈ વાળંદ અને ભરતભાઈ વાળંદ તરફથી શાળાના બાળકોને પતંગો અને તિથિ ભોજન આપવામાં આવ્યું. સવિતાબેન તરફથી બુંદી બાળકોને આપવામાં આવી.ઉતરાયણની ઉજવણીમાં એસએમસી અધ્યક્ષ તથા એસએમસી સભ્યો હાજર રહ્યા.
ઉત્તરાયણના મહત્વની વાત બાળકોને સમજાવવામાં આવી.
Subscribe to:
Comments (Atom)