Saturday, 25 January 2025

પ્રજાસત્તાકદિનની ઉજવણી

        આજ રોજ તારીખ 26 જાન્યુઆરી 2025 ને રવિવારના રોજ ઢાઠી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. ગામમાં સૌથી વધુ ભણેલ દીકરી હીનાબેન દિનેશભાઈ પરમારે ઘ્વજવંદન કર્યું તે બદલ ગામના  આરોગ્ય વર્કર શ્રીમતી જશોદાબેનના હસ્તે સન્માનપત્ર  હીનાબેનનું સન્માન કરવામાં આવ્યું.શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી ભરતભાઈએ ધ્વજરક્ષકની ફરજ નિભાવી. 26 જાન્યુઆરી 2024 પછી જન્મેલ દીકરીઓ ક્રિષાબાને શાળાના આચાર્યશ્રી નટવરલાલ સાહેબે અને કાજલને મ.ભો. સંચાલક  શ્રીમતી સવિતાબેનના હસ્તે સ્મૃતિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. શાળાના મુખ્ય શિક્ષક શ્રી નટવરલાલ અને ભરતભાઈએ વાલી મિટિંગમાં વાલીઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યા. ખેલ મહાકુંભ ,એકમ કસોટી ,વાંચન-લેખન-ગણનની ચર્ચા કરી વિગતે માહિતી આપી. પ્રજાસત્તાક દિનએ ગામમાંથી ઘણી બધી સંખ્યાઓ વડીલો, યુવાનો અને મહિલાઓ હાજર રહયા તે બદલ શાળા પરિવાર અને  એસ.એમ.સી. ઢાઠી  પ્રજાસત્તાકદિનની શુભેચ્છા પાઠવી સૌનો આભાર વ્યક્ત કરે છે.
જય હિન્દ 

Friday, 10 January 2025

ખેલ મહાકુંભ 3.0

     

      આજ રોજ તા : 11/01/2025 ને શનિવારના રોજ અત્રેની ઢાઠી પ્રા.શાળાના 4 બાળકો તાલુકા કક્ષાએ એથ્લેટીક્સ વિભાગમાં દોડ અને સ્ટેન્ડ બ્રોડ જમ્પમાં ભાગ લીધો.તેમાં અંડર 9 બ્રોડ જમ્પમાં ધો -3ના ધર્મેશે બીજો નંબર અને ધો -3 ના કુણાલ ત્રીજો નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.તે બદલ એસ.એમ.ઢાઠી અને શાળા પરિવાર વિજેતા થયેલ અને ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવે છે. યોગેશ અને નિલેશને પણ ભાગ લીધા બદલ અભિનંદન.

બાળકોની આરોગ્ય તપાસણી

        આજ રોજ તા : 10/01/2025 ને શુક્રવારના રોજ અત્રેની ઢાઠી પ્રા.શાળામાં આરોગ્ય તપાસણી કરવામાં આવી.છેલ્લા કેટલાક દિવસોથી શાળાના અમુક વિદ્યાર્થીઓને મોઢાના ભાગે સોજા આવી જવા,આજુબાજુ નાની ગાંઠ અને બીજી થોડી તકલીફ જણાઈ આવતા શાળાના આચાર્ય શ્રી નટવરલાલ અને આ.શી.શ્રી ભરતભાઈ એ તાબડતોડ દેવ આરોગ્ય સબ સેન્ટર અને બાલાસિનોર આરોગ્યમાં જાણ કરતા બંને ટીમે આવી જરૂરી સૂચના માર્ગદર્શન આપી પાંડવા પી.એચ.સી. અને ગોધરા સિવિલ ખાતે જવા જણાવ્યું હતું.