Monday, 16 December 2024

વાર્તાકથન સ્પર્ધા

      આજ રોજ તા :- 16/12/2024 ને સોમવારના રોજ દેવ પ્રા.શાળામાં નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત વાર્તા કથન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.ઢાઠી પ્રા.શાળામાંથી ધો - 4 માં અભ્યાસ કરતી દીકરી ક્રિષ્નાબેન વિનોદભાઈ સોલંકી અને ધો - 1માં અભ્યાસ કરતા પીયૂષભાઈ નિલેશભાઈ પરમાર વાર્તાકથન સ્પર્ધામાં ભાગ લીધો અને સરસ વાર્તા રજૂ કરી હતી.શાળા પરિવાર આ તબક્કે બંને વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવે છે.
સી.આર.સી હમીદભાઈ દ્વારા બાળકોને આશ્વાસન ઇનામ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું અને તાલુકા કક્ષાએ સુતારીયા પે.સે.નું નામ રોશન કરે તેવા શુભ આશિસ આપ્યા.

Friday, 13 December 2024

શાળામાં રંગરોગાન

      અમારી પ્રા.શાળા ઢાઠીમાં તા - 5/12/2024ને ગુરુવારના રોજ રંગરોગાન કારાવવામાં આવ્યું.શાળાની ઓફીસ,તમામ વર્ગખંડ, સેનિટેશન ,MDM શેડ તથા કંપાઉન્ડ વૉલને રંગરોગાન કરાવવામાં આવ્યું.રંગરોગાન બાદ શાળાનો નવો રૂપ રંગ જોઈ બાળકોમાં ખુશી જોવા મળી હતી.