Tuesday 25 June 2024

પ્રવેશોત્સવ 2024-25

    આજરોજ તારીખ 26-6-20024 ને બુધવારના રોજ અત્રેની ઢાઠી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી .શ્રીમતી દક્ષાબેન તબિયાર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર icds તથા પારુલબેન લાયઝન અધિકારી અને દેવ પંચાયતના સરપંચ જવાનસિંહ તથા ખેડા મધ્યસ્થ બેંકના ડિરેક્ટર બાબરભાઈ ચૌહાણ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરવામાં આવ્યો. આંગણવાડીના એક બાળક તથા બાલવાટિકાના સાત બાળકોને આજરોજ પ્રવેશ આપવામાં આવ્યો. મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી સાહેબશ્રી અવણીબા મોરી અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર સાહેબના માર્ગદર્શનમાં તૈયાર થયેલ જ્ઞાન ગંગા પ્રકલ્પ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તકમાં ખૂબ જ ઉપયોગી અને મૂલ્યલક્ષી માહિતી હોય ધો -4 ની સાથે સાથે તમામ બાળકોને  ખૂબ જ ઉપયોગી માહિતી આ પુસ્તકમાં હોય સૌ માટે જરૂરી અને પ્રેરણારૂપ એકમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઘણા બધા દાતાશ્રીઓએ દાન આપ્યું. સરપંચશ્રી દ્વારા બાલવાટિકાના બાળકોને થેલા આપવામાં આવ્યા, વિજયભાઈ તરફથી બાલવાટિકાના બાળકોને પાણીની બોટલ આપવામાં આવી તથા મહેશભાઈ સેક્રેટરી દ્વારા રૂપિયા 2500 ના રકમની બે કાર્પેટ આપવામાં આવી. ગામના યુવાન એવા લક્ષ્મણભાઈ તરફથી ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ ભાગ લીધેલ તમામ બાળકોને કંપાસ બોક્સ આપવામાં આવ્યા અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અરુણ તરફથી શાળામાં બે ઘડિયાળ તથા તમામ બાળકને પારલેજી બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું.ગામના કનુભાઈ પરમાર તરફથી શાળાના તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. દક્ષાબેન તબિયાર જિલ્લા પ્રોગ્રામિંગ ઓફિસર icds મેડમશ્રીએ ઢાઠી શાળા તથા વિદ્યાર્થીઓ અને ગામની ખૂબ પ્રશંસા કરી. શિક્ષક,વાલીઓ અને બાળકોને બિરદાવ્યા. તેમના હસ્તે શાળામાં સરગવો ,વડ અને બોરસલી ના વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું .અંતે મેડમશ્રી એ એસ.એમ.સી સભ્યો અને વાલીઓ સાથે મીટીંગ કરી જરૂરી સુચના માર્ગદર્શન આપ્યું.
      આજના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પ્રવેશ પામનાર બાળકો, શાળાના વિદ્યાર્થીઓ ,ગ્રામજનો ,વાલીઓ ,એસ.એમ.સી. સભ્યો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી શાળાના આ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ  શાળા પરિવાર તથા ઢાઠી એસ.એમ.સી.  સૌનો આભાર વ્યક્ત કરે છે.
     ખૂબ ખૂબ આભાર.