Thursday 25 April 2024

ડિમ્પલની જિલ્લા કક્ષાએ પસંદગી

        અત્રેની ઢાઠી પ્રા.શાળાની ધોરણ 3 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ડિમ્પલબેન સ્પોર્ટ્સ ઓથીરોટી ઓફ ગુજરાત દ્વારા લેવાયેલ જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ પ્રવેશ માટેની પ્રેક્ટિકલ પરીક્ષામાં મેરીટમાં પસંદ થવા બદલ ઢાઠી શાળા પરિવાર અને  SMC ઢાઠી ખુબ અભિનંદન પાઠવે છે.શાળા પરિવાર દ્વારા અને CRC સાહેબ શ્રી હમીદભાઈ દ્વારા ડિમ્પલને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું.
    હવે  આગામી 30 એપ્રિલના રોજ રાજ્ય કક્ષા બેટરી ટેસ્ટ કાર્યક્રમમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,કનેલાવ ,ગોધરા ખાતે હાજર રહેવાનું હોય ડિમ્પલબેનને શાળા પરિવાર અને SMC પરિવાર તથા CRC સાહેબ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.


      

Monday 1 April 2024

શાળામાં રંગરોગાન

           આજ રોજ તા -1/4/2024 ને સોમવારના રોજ શાળાના કમ્પાઉન્ડ વૉલ, બે સેનિટેશન અને શાળા કાર્યાલયનું રંગ રોગાન કરવામાં આવ્યું.
   રંગ રોગાન કર્યા બાદ શાળાનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હોય એમ કંઈ અલગ જ લુક જોવા મળ્યો.