Wednesday, 31 January 2024

શાળાના બાળકોને નાસ્તાના પેકેટનું વિતરણ

      આજ રોજ તા : 1/2/2024ને ગુરુવારના રોજ શાળાના મુ.શિ. શ્રી નટવરલાલ સાહેબના પુત્ર શ્રી હેમંતભાઈએ તેમની દીકરી સ્વરા અને  સાથે સાગરભાઈએ શાળાની શુભેચ્છા મુલાકાત લીધી.બાળકો સાથે વાર્તાલાપ કર્યો,શાળા પર્યાવરણની પ્રશંશા કરી.શાળાના તમામ બાળકોને નમકીનના પેકેટનું વિતરણ કર્યું.આ તબક્કે શાળા પરિવાર હેમંતભાઈનો આભાર વ્યક્ત કરે છે.

Friday, 19 January 2024

ખેલમહાકુંભ 2023-24

     આજ રોજ તા-19/ 1/2024 ને શુક્રવારના રોજ તાલુકા કક્ષાના  ખેલ મહાકુંભમાં અત્રેની ઢાઠી  પ્રાથમિક શાળાના સાત બાળકોએ અંડર 9 વયજુથમાં 30 મીટર દોડ તથા સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને અંડર 11 વયજુથમાં 50 મીટર દોડ તથા સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ ભાગ લીધો . શાળાના વિદ્યાર્થીઓ ક્રિસ, અરુણ, વિષ્ણુ, ધર્મેશ પ્રીતિ, ડિમ્પલ અને શર્મિષ્ઠા તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં ઢાઠી શાળાનું પ્રતિનિધિત્વ કર્યું
    તેમાં ડિમ્પલબેન લક્ષ્મણસિંહ પરમાર અંડર 9 સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ માં માં તાલુકા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો તથા અરુણકુમાર રાજેન્દ્રભાઈ સોલંકી એ અંડર 11 વયજુથમાં 50 મીટર દોડમાં બીજો નંબર મેળવ્યો અને ધોરણ બે ની વિદ્યાર્થીની શર્મિષ્ઠાબેન અશ્વિનભાઈ પરમાર એ  અંડર 9 વયજુથ 30 મીટર દોડમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો.
    ભાગ લેનાર અને નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને એસએમસી ઢાઠી તરફથી ખુબ ખુબ અભિનંદન અને જિલ્લા કક્ષાએ પણ નંબર મેળવી શાળાનું નામ રોશન કરો એવી શુભેચ્છા.

Tuesday, 9 January 2024

શાળામાં નવીન ફર્નિચર (ટેબલ - ખુરશી) અને ફૂલછોડ લાવવામાં આવ્યા

       આજ રોજ તા - 9/1/2024ને મંગળવારના રોજ આપણી ઢાઠી  પ્રા.શાળામાં અલંગનું ટેબલ અને 2 મુવિંગ ચેર તથા 16 માટીના કુંડા અને અલગ અલગ જાતના ફૂલછોડ મહાકાળી નર્સરીમાંથી લાવવામાં આવ્યા.શાળાના ઉત્સાહી મુ.શી.શ્રી નટવરભાઈ એસ.વાળંદ અને આ.શી.ભરતભાઇ સાથે ગામના યુવાન રાવજીભાઈની મદદ અને સહકાર પ્રાપ્ત થયો.

પફનું વિતરણ

       તા : 3/1/2024ને  બુધવારના રોજ શાળાના આ.શિ. શ્રી ભરતભાઈનો જન્મદિવસ હોવાથી શાળાના તમામ બાળકોને ચોકલેટ અને પફ આપવામાં આવ્યા હતા.આ તબક્કે શાળા પરિવાર ભરતભાઈનો આભાર વ્યક્ત કરે છે તથા તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે.