Tuesday 29 August 2023

પિકનિક ડાયનાસોર પાર્ક

       આજરોજ તારીખ 29/8/2023 ને મંગળવારના રોજ અત્રેની ઢાઠી પ્રાથમિક શાળામાંથી એક દિવસીય પર્યટનનું આયોજન કરવામાં આવ્યું. શાળાના તમામ બાળકો આ પર્યટનમાં આવ્યા અને રૈયોલી ડાયનાસોર પાર્કમાં ખૂબ મજા કરી. બાળકોએ જુદી જુદી સ્લાઇડ ,થ્રીડી ,ફાઇડી માં ખૂબ જ મજા કરી. ડાયનાસોરના અલગ અલગ પ્રકારના પુતળા જોયા અને તેની માહિતી પણ જાણી. ડાયનાસોર  પાર્કના બગીચામાં જુદી જુદી રમતો પણ રમી. શાળાના આચાર્યશ્રી નટવરલાલ  અને ભરતભાઈએ બાળકોને વિગતે માહિતી આપી સમજ આપી.ગામના યુવાનો રાજેન્દ્રસિંહ અને કિશનભાઇ પણ સહકાર આપવા હાજર રહ્યા.


રક્ષાબંધનની ઉજવણી

      આજરોજ પ્રાથમિક શાળા ઢાઠીમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. શાળાની તમામ બાલિકાઓએ શાળાના બધા બાળકોને કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરાવી  રાખડી બાંધી.

Friday 25 August 2023

કિચન ગાર્ડનની માવજત

       ઢાઠી પ્રા.શાળાના કિચન ગાર્ડનની માવજત અને સાર સંભાળ કરતા બાળકો નજરે પડી રહ્યા છે.ગુડ વર્ક મારા વ્હાલા બાળકો.

Friday 18 August 2023

બાળમેળો 2023

       અત્રેની ઢાઠી પ્રા.શાળામાં તા : 17/8/2023ને ગુરુવારના રોજ બાળમેળો યોજવામાં આવ્યો.બાલમેળામાં શાળાના તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.બાલમેળામાં કાગળકામ, રંગપુરણી,ચિત્રકામ, છાપકામ,માટીકામ,બાળવાર્તા, બાળ રમતો,એક મિનિટ જેવી ઘણીબધી પ્રવૃત્તિઓ કરાવામાં આવી.શાળાના આચાર્યશ્રી નટવરલાલ એસ.વાળંદ આ તમામ પ્રવૃત્તિઓની સમજ બાળકોને આપી સાથે સાથે આ.શી.શ્રી ભરતભાઈને બાકીની પ્રવૃત્તિઓ કરાવવા માટે માહિતગાર કરી અલગ અલગ જૂથ બનાવી બધા બાળકો પોતાના રસમુજબ પોતાને ગમતી તમામ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે એવું સરસ આયોજન કરવામાં આવ્યું.


Tuesday 15 August 2023

77 માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી

     આજ રોજ 15 મી ઓગસ્ટના રોજ અત્રેની ઢાઠી પ્રા.શાળામાં 77માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી.ગામના આગેવાનો,વડીલો,એસ.એમ.સી.સભ્યો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.સાથે સાથે વાલી સંમેલન પણ યોજવામાં આવ્યું.

Wednesday 9 August 2023

MERI MITTI MERA DESH

       આજ રોજ તા 9 ઓગષ્ટના રોજ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું.  અત્રેની શાળાના બાળકોએ આ પ્રભાતફેરીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ સૂત્રોચાર કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો. શાળાના મુખ્ય શિક્ષક અને સ્ટાફ પરિવાર પણ આ પ્રભાતફેરીમાં જોડાયા.

Tuesday 8 August 2023

તાલુકા કક્ષાનો કલાઉત્સવમાં હાજર

        આજ રોજ 7/8/2023 ને સોમવારના રોજ બખલીવાલા પ્રા.શાળા બાલાસિનોર ખાતે અત્રેની ઢાઠી પ્રા.શાળા માંથી ધો - 5 ના વિદ્યાર્થી અરુણકુમાર આર.પરમાર વાર્તાકથન સ્પર્ધામાં હાજર રહ્યો. ક્લસ્ટર કક્ષાએ વિજેતા હોઈ તેને તાલુકા કક્ષાએ હરીફાઈમાં સુતારીયા ક્લસ્ટર નું પ્રીતિનિધિત્વ કર્યું. તેને સારું પ્રદર્શન કર્યું તે બદલ શાળાના આચાર્ય શ્રી નટવરલાલ એસ.વાળંદ અને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવ્યા.તાલુકા કક્ષાએથી તેને પ્રમાણપત્ર અને આશ્વાસન ઇનામ પણ મળ્યું.