Thursday 27 July 2023

નવા શિક્ષકશ્રીનું સ્વાગત

         જિલ્લા આંતરિક બદલી કેમ્પના બીજા તબક્કામાં બોડોલી પે સેન્ટરના મુ.શિ. તરીકે 23 વર્ષ સુધી નોકરી કરી અને ત્યાં ખૂબ જ સારી સેવા અને કામગીરી કરનાર નટવરલાલ સોમાભાઈ વાળંદ અત્રેની ઢાઠી પ્રા.શાળામાં આજ રોજ તા : 27/07/2023 ને ગુરુવારના રોજ હાજર થતા શાળાના શિક્ષક,બાળકો અને SMC સભ્ય દ્વારા તેમનું ફુલછડી આપી સન્માન કરવામાં આવ્યું.



Friday 7 July 2023

શાળાના બાળકોને પારલે G અને પેનનું વિતરણ

       ઢાઠી ગામના યુવાન અને અમારી શાળાના ધોરણ ત્રીજામાં અભ્યાસ કરતા નિલેશના પિતાશ્રી હિંમતભાઈ પરમાર દ્વારા આજ રોજ તા 7/7/23 ને શુક્રવારના રોજ શાળાના તમામ બાળકોને પારલે જી તથા બોલપેન આપવામાં આવી.આ તબક્કે શાળા પરિવાર અને એસ.એમ.સી.ઢાઠી તેમનો આભાર વ્યક્ત કરે છે.બસ આવી રીતે શાળાના બાળકોને મદદરૂપ થતા રહેજો.આપ જીવનમાં ખૂબ આગળ વધો એવી માં સરસ્વતીને પ્રાર્થના.

Monday 3 July 2023

હસુમતીબેનની બદલી

         જિલ્લા આંતરિક બદલી કેમ્પના પ્રથમ તબક્કામાં અમારી શાળા ઢાઠીના આચાર્ય બેનશ્રી હસુમતીબેન સિનિયોરિટીના આધારે માગણી કરી પોતાના વતનમાં બદલી કરી આજ રોજ શાળામાંથી છુટા થયેલ છે.તેમના વતન સાલૈયા ગામથી ફક્ત 1 કિ.મી.દૂર બળિયાદેવ પ્રા.શાળામાં બદલી થઈ હોય છે.બેન ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક ભાવે શૈક્ષણિક તેમજ અન્ય કામગીરી કરતા હતા.આથી આ શાળાને તેમની ખોટ વર્તાશે.શાળાની દરેક કામગીરીમાં તેમની હાજરી અવશ્ય હોય અને નાનામાં નાની બાબતનું પણ ખાસ ધ્યાન રાખી ચીવટ પૂર્વક કામ કરતા હતા.બેનની પોતાના વતનમાં બદલી થઈ હોય આ તબક્કે શાળા પરિવાર,એસ.એમ.સી.સભ્યો તમને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.અમારી શાળા,અમારા બાળકો અને શાળા પરીવારને યાદ કરતા રહેજો.