Tuesday 13 June 2023

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

            આજ રોજ તા -13/6/2023 ને મંગળવારના રોજ અત્રેની ઢાઠી પ્રા.શાળામાં નાયબ ખેતીવાડી સિંચાઈ અધિકારી શ્રી જે.આર.પટેલ સાહેબ અને લાયઝન અધિકારીશ્રી સહદેવભાઈ સાહેબ સી.આર.સી.સલિયાવડીના હસ્તે 9 નાના નાના ભૂલકાઓને બાલવાટિકામાં કુમકુમ તિલક કરી અને મો મીઠું કરી પ્રવેશ આપવામાં આવ્યો.ગામના સરપંચશ્રી ,એસ.એમ.સી.સભ્યો ,વાલીઓ,ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા.સરપંચ શ્રી જવાનસિંહ,પૃથ્વીસિંહ અને નરેન્દ્રભાઈ સ્કૂલબેગ અને કિટના દાતા બન્યા એમનું સન્માન અધિકારીશ્રી દ્વારા કરવામાં આવ્યું.અધિકારીશ્રી દ્વારા કન્યા કેળવણી ,શિક્ષણ અને ધાર્મિક બાબતે ખૂબ સારી સમજ આપવામાં આવી.શાળાના મુખ્ય શિક્ષકશ્રીમતિ હસુમતીબેન તથા આ.શિ. ભરતભાઇ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું.આ કાર્યક્રમની આભારવિધિ ભરતભાઇ દ્વારા કરવામાં આવી.વૃક્ષારોપણ કરી છેલ્લે રાષ્ટ્રગાન કરી સૌ છુટા પડ્યા.
       આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાથ આપનાર નામી અનામી સૌ વ્યક્તિઓનો શાળા પરિવાર આ તબક્કે આભાર વ્યક્ત કરે  છે.

Monday 5 June 2023

SMCની રચના 2023-24


          સરકારશ્રીના પરિપત્ર મુજબ SMC સમિતિના 3 વર્ષ પૂર્ણ થયેલ હોય નવા સત્રથી નવી સમિતિની રચના માટે અગાઉ ઠરાવ અને એજન્ડા દ્વારા ગામલોકોને જાણ કરી નવી સમિતિની રચના કરવામાં આવી .આ સમિતિ વર્ષ 2023-24 થી વર્ષ 2026 -27 એમ કુલ 3 વર્ષ સુધી અમલમાં રહેશે.જો સરકારશ્રીના કોઈ સુધારા વધારા કે અન્ય કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો તે ગાઈડ લાઇન મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
     સમિતિની રચના સાથે જ નવા વર્ષમાં કરવાની કામગીરી ,પ્રવેશોત્સવની ઉજવણી તથા વૃક્ષારોપણ અને ચોમાસાની ઋતુ પહેલાની સાવચેતી બાબતે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી.