Monday 23 January 2023

શાળાને ઘડિયાળની ભેટ

       સુતારીયા પે સેન્ટરમાં સી.આર.સી.તરીકે ફરજ બજાવતા શ્રી બળવંતસિંહ સી.ચૌહાણ નો સી.આર.સી.તરીકેનો સમયગાળો પૂર્ણ થતાં સુતારીયા કલસ્ટરમાંથી વિદાય લેતા તેમને ક્લસ્ટરની તમામ શાળાને યાદગીરી સ્વરૂપે દીવાલ ઘડિયાળની ભેટ અર્પણ કરી હતી.ઘડિયાળની ભેટ આપવા બદલ ઢાઠી શાળા પરિવાર સાહેબનો આભાર વ્યક્ત કરે છે.

Wednesday 18 January 2023

BREAKFAT

          આજ રોજ તા - 30/08/2022 ને મંગળવારના રોજ શાળાના શિક્ષક શ્રી ભરતભાઇ તરફથી શાળાના તમામ બાળકોને નાસ્તાના પેકેટ આપવામાં આવ્યા.

CHAINA DORI COLLECTION

      ઉત્તરાયણ બાદ ચાઇના દોરીના ઘણા બધા ટુકડા અને ગુંચળા નિશાળની બાજુમાં અને ગામમાં જોવા મળ્યા.બાળકોની મદદ લઇ આખા ગામમાંથી આ ચાઇના દોરીના જથ્થાને ભેગા કરીને તેને સળગાવવામાં આવ્યું

Friday 6 January 2023

PICNIC DAINASAUR PARK RAIYOLI

          
                      આજ રોજ તા : 6/1/2023 ને શુક્રવારના રોજ અત્રેની ઢાઠી પ્રા.શાળાના બાળકો માટે ડાયનાસોર પાર્ક રૈયોલી અને ભીમ ભમરડા ખાતે પીકનીકનું આયોજન કરવામાં આવ્યું.શાળાના આચાર્ય બેનશ્રી તરફથી બાળકોને સમોસા અને મિક્સ નમકીનનો નાસ્તો આપવામાં આવ્યો.
        આ પિકનીકમાં બાળકોએ ખૂબ જ મજા કરી.ભીમ ભમરડાએ મહાદેવના દર્શન કરી વિવિધ રાઈડમાં બેસ્યા.ત્યાંથી રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે થ્રીડી,ફાઈવ ડી ફિલ્મ નિહાળી તથા વિવિધ સ્લાઈડ અને ડાયનાસોરના વિવિધ પ્રકારના સ્ટેચ્યુ તેમની માહિતી સાથે જોયા.
       શાળાના આચાર્યશ્રી અને આ.શિ. દ્વારા આ પિકનીકનું આયોજન કરવામાં આવ્યું હતું.સાંજે 5.30 કલાકે બાળકોને સહી સલામત ઘરે પહોચાડી દેવામાં આવ્યા.