Thursday 8 September 2022

પતરાનો શેડ અને અધુરો કમ્પાઉન્ડ વૉલ

        દેવ પંચાયતના સરપંચ શ્રી જવાનસિંહ ને રજુઆત કરી કે શાળામાં કમ્પાઉન્ડ વૉલ અધુરો છે અને પતરાના શેડની જરૂરીયાત છે તો અમારી માગણીને ધ્યાનમાં લઈ ઉપલા સ્તરે રજુઆત કરતા સરકારશ્રીની ગ્રાન્ટમાંથી તા 9/9/2022 ની સ્થિતિએ શેડનું કામ પૂર્ણ થઈ ગયું અને કમ્પાઉન્ડ વૉલનું કામ પ્રગતિમાં છે.
      આભાર સરપંચશ્રીનો
    બસ આવી લાગણી અને પ્રેમભાવ સાથે અમારી શાળાને જરૂર પડે મદદ કરતા રહેશો એવી અપેક્ષા.

Monday 5 September 2022

શિક્ષકદીનની ઉજવણી

           શિક્ષક દિનની શુભેચ્છાઓ..
જીવનની ક્ષણે ક્ષણ શી રીતે વિતાવવી તેનું સાચું શિક્ષણ આપે 
તે એટલે શિક્ષક...
કલમના "ક" થી માંડી જીવનની બારાક્ષરી શીખવાડે 
તે એટલે શિક્ષક...
પરીક્ષાના ભાર થી લઈ પરિશ્રમ નો ડર ભગાડે 
તે એટલે શિક્ષક...
માત્ર રોટલો મેળવવાનું શિક્ષણ ના આપતા જીવન જીવવાનું શિક્ષણ આપે 
તે એટલે શિક્ષક...
બાલમંદિરથી લઈ કોલેજ અને ત્યાર બાદ જીવનમાં દરેક ડગલે માર્ગદર્શક બની રહે 
તે એટલે શિક્ષક...
જીવ જગત અને જગદીશ ની સમજણ સાથે સંબંધ ને સમજાવે 
તે એટલે શિક્ષક...

        ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને જ્યારે આખા દેશમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે  આજ રોજ અમારી શાળાના બાળકો એટલે કે આજના શિક્ષકશ્રીઓ દ્વારા શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.
આજના શિક્ષકશ્રી
1.અરુણકુમાર આર.સોલંકી
2.કંચનબેન જી.સોલંકી
3.મીનાક્ષીબેન વી.પરમાર
4.રિદ્ધિબેન આર.પરમાર
5.સાગરકુમાર જી.પરમાર
6.હિતેશકુમાર એલ.પરમાર
બાળકોને ખૂબ ખૂબ અભિનંદન
અને આજની આ તકને ભવિષ્યમાં ઉપયોગી બનાવે અને શિક્ષકના વ્યવસાયમાં 58 વર્ષ વિતાવે એવી મા સરસ્વતિને પ્રાર્થના.