આજ રોજ તા : 26/1/2022 ને બુધવારના રોજ અમારી ઢાઠી પ્રા.શાળામાં 73માં પ્રજાસત્તાકદીનની ઉજવણી કરવામાં આવી.આ ઉજવણીમાં એસ.એમ.સી.સભ્યો, વાલીઓ,ગ્રામજનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.ગામની દીકરી શિતલબેન એન.પરમારના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું.શિતલ ને પ્રા.શાળા પરિવાર તરફથી સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું.ગ્રામજનો દ્વારા બાળકોને મીઠાઈ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું.
Tuesday, 25 January 2022
Friday, 7 January 2022
બાળમેળો
આજ રોજ તા 7/1/2022 ને શુક્રવારના રોજ ઢાઠી પ્રા.શાળામાં બાળમેળો યોજવામાં આવ્યો.આ બાળમેળામાં ધો - 1 થી 5 ને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી.સાથેસાથે બાળરમતો પણ રમાડવામાં આવી.વિવિધ પ્રવૃત્તિઓમાં પેપર કટિંગ,રંગપુરણી, કાગળકામ, છાપકામ,ચીટકકામ,સર્જનાત્મક અને રમતો રમાડવામાં આવી.આ બાળમેળામાં સુતારીયા ક્લસ્ટર ના સી.આર.સી.શ્રી બળવંતસિંહ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Subscribe to:
Comments (Atom)