Friday 10 March 2017

હોળીની ઉજવણી

આજે અમારી શાળામાં હોળીની ઉજવણી  કરવામાં આવી.શાળાના બધા જ બાળકોને શિક્ષકમિત્રો તરફથી ધાણી-ખજૂર આપવામાં આવ્યું
શાળાના આચાર્યશ્રીએ બાળકોને હોળીનું મહત્વ સમજાવ્યું.
બધાને હોળીની શુભકામના પાઠવી.


Wednesday 1 March 2017

શૈક્ષણીક પ્રવાસ

અમારી શાળામાંથી તા:23/2/17 ને ગુરુવારના રોજ શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.આ એક દિવસના પ્રવાસમાં ઢાઠીથી નીકળી લસુંદ્રાં ,અમદાવાદ અને ફાગવેલ જેવા સ્થળોની મુલાકાત લેવામાં આવી.
ખાસ કરીને અમદાવાદમાં બાળકોને ખૂબ જ મજા આવી.ત્યાં બધા જ બાળકોએ પ્રાણી સંગ્રહાલયમાં જાત જાતના પ્રાણીઓ જોયા,સાપઘરમાં પણ વિવિધ પ્રકારના સાપ જોયા,ત્યારબાદ કાંકરિયા ખાતે ટ્રેનમાં બેસવાની બાળકોને સૌથી વધારે મજા આવી.બાલવાટીકામાં ખાસ કરીને જુદા જુદા અરીસામાં જોવા મળતાં વિવિધ પ્રકારના આભાસી પ્રતિબિંબથીબાળકોને ખૂબ જ મજા આવી.
સાચે જ ઘણા બાળકોએ વિવિધ પ્રાણીઓને પહેલી વાર રૂબરૂ જોઈને ખૂબ જ મજા આવી.તેમનાં વિષે જાણકારી પણ મેળવી.